દબંગ નેતા તો બગડ્યા… ‘ચૂંટણી જીત્યા પછી બતાવીશ કોણ અધિકારી અને કોણ મધુ શ્રીવાસ્તવ’

વડોદરા(Vadodara): 1લી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)માં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે, જોકે બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજવામાં…

વડોદરા(Vadodara): 1લી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)માં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે, જોકે બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજવામાં આવી છે. જેનો પ્રચાર હજુ ચાલી રહ્યો છે.

ત્યારે આ દરમિયાન વાઘોડિયામાં ટિકિટ ન મળતા ભાજપમાંથી બળવો કરી અપક્ષથી ચૂંટણી લડી રહેલા મધુ શ્રીવાસ્તવ ફરીથી ચર્ચામાં આવ્યા છે. પોતાના દબંગ અંદાજ માટે જાણીતા અને બાહુબલી એવા મધુ શ્રીવાસ્તવની સભાનો એક વીડિયો હાલમાં સામે આવી રહ્યો છે. જેમાં તેઓ અધિકારીઓને ચીમકી આપતા દેખાઈ રહ્યા છે.

અધિકારીઓને કેમ આપી ચીમકી?
બાહુબલી એવા મધુ શ્રીવાસ્તવની સભામાં તેઓ અધિકારીઓને ચીમકી આપતા હોય તેનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં વાઘોડિયામાં એક જનસભામાં મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, હું હજુ તમને કહું છું કે ચૂંટણી જીત્યા પછી જુઓ, પછી તો કોણ અધિકારી અને કોણ મધુ શ્રીવાસ્તવ એ બતાવીશ. મારી પ્રજાને નડ્યા હશે એ અધિકારીઓને પણ નહીં છોડું. એમને પણ કચ્છ-ભૂજ ન મોકલું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં.

નવા ઉમેદવાર પર ભાગલા પાડવાનો આક્ષેપ:
આ સિવાય ડભોઈના ધારાસભ્ય વિશે પણ મધુ શ્રીવાસ્તવે પોતાની જનસભામાં જણાવ્યું હતું કે, તેઓ પહેલી વખત ચૂંટાયા હતા ત્યારે પાંચ વર્ષ સુધી પૂનમ ભરવી પડી હતી. મારી સામે આવ્યા તે તમામ ઉમેદવારોએ ગામમાં ભાગલા પાડ્યા અને ગામમાં નશાવાદ કરી દીધો, વાઘોડિયાની અંદર સંતો આવે છે. જ્ઞાન આપે છે, આ જ્ઞાનનો નાશ કરવા માટે આવા ઉમેદવારો આવે છે. મારે કોઈ ઉમેદવારનું નામ લેવું નથી. 6-6 વખત હું ચૂંટણી જીત્યો.

‘ભાજપે મારી સાથે અન્યાય કર્યો’:
આ સાથે જ તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સાતમી વખત પણ મને ટિકિટ આપવાની હતી. પેપરમાં આવી ગયું. મારું ટીવી પર પણ આવી ગયું. મધુ શ્રીવાસ્વતવને ટિકિટ આપવાની છે. મને પહેલા કહ્યું હોત તો રૂપાણીભાઈ અને નીતિનભાઈની જેમ હસીને લખીને આપી દેત. પણ મારી સાથે અન્યાય કર્યો. કોંગ્રેસ પણ મને ટિકિટ આપવા આવી હતી. જનતા દળ અને ઝાડુ વાળી પાર્ટી પણ ટિકિટ આપવા આવી હતી. પણ મારી પ્રજાએ એવું કહ્યું કે અપક્ષ લડો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *