સુરતમાં લાખો રૂપિયાનો પગાર છોડી એન્જિનિયરે શરૂ કરી ચાની દુકાન, કારણ છે ચોકાવનારું

ઉઠતાની સાથે જ ગુજરાતીઓને કાંઈ જોઈએ તો તે છે ચા.. ઘણા આવું લોકો માને છે કે, ચા પીધા વીના આપણો દિવસ જ ન ઉગે અને જો ઉઠતા સાથે ચા ન મળે તો દિવસ ખરાબ જાઈ છે.  પરંતુ આજે વાત કરવી છે. બે એન્જિનિયર દિમાગની. તમે એન્જિનિયર વિદ્યાર્થીઓને નવી-નવી વસ્તુઓ બનાવતા જોયા હશે પરંતુ સુરતમાં એન્જિનિયર મિત્રોએ સાથે મળીને ચાની દુકાન શરૂ કરી છે. આ ચાની દુકાનમાં કોઈ કારીગર નહીં પણ એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલો યુવક ચા બનાવે છે. આ યુવક એક બે પ્રકારની નહીં પણ અલગ-અલગ નવ ફ્લેવરની ચા બનાવે છે.

રિપોર્ટ અનુસાર, એન્જિનીયરીંગનો અભ્યાસ પૂર્ણ કરીને દોઢ લાખ રૂપિયાની નોકરી છોડીને પ્રદિપ અને ગણેશ નામના આ બંને એન્જિનિયરોએ સુરતમાં ચાનો વ્યવસાય શરૂ કર્યો છે. એન્જિનિયરોની ચાની દુકાનનું નામ સાંભળીને મોટી સંખ્યામાં લોકો ચાની દુકાન પર પહોંચે છે અને એન્જિનિયરોએ બનાવેલી ચાની ચૂસકી માણીને લોકો તેમના વખાણ કરતા થાકતા નથી. તેવી સરસ મજાની આ બંને ભાયો ચા બનાવે છે.

તમને આ સાંભળીને બંનેને મુરખા કહેવાનું મન પણ થયું હશે. પરંતુ એવું લાગી રહ્યું છે તેમના દિમાગનો ખેલ હજુ તમે સમજી શક્યા નથી. આ બંને મહાશયો ચાના ધંધાને પણ કાંઈક હટકે બનાવવા નિકળ્યા છે. ચાને એક નવી ઓખળ આપવા નિકળ્યા છે.

એક એન્જિનિયર યુવકનું કહેવું છે કે, મને પણ ચા પીવાનો શોખ છે પરંતુ અમે ઘણી જગ્યાએ જોયું કે, ચા બનાવતા હોય ત્યાં સ્વચ્છતા ન હોત અથવા તો ચા સરખી રીતે બરાબર ન બનાવતા હોય એટલા માટે વિચાર આવ્યો કે, લોકોને કંઇક સારું આપીએ અને આ ફિલ્ડમાં પણ આગળ વધારીએ એટલા માટે ચાની દુકાન શરૂ કરી છે. એન્જિનિયર યુવક ચા બનાવતા સમયે હાથમાં મોજા પહેરે છે અને ત્યારબાદ ચોખ્ખાઈથી ચા બનાવે છે. ચોખ્ખાઈનું ધ્યાન રાખીને બનાવવામાં આવતી એન્જિનીયર યુવકોની ચાનો ભાવ બજારમાં મળતી અન્ય ચા જેટલો જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *