નવસારી(ગુજરાત): નવસારીની જસુબેને પોતાના ગૃહઉધોગને સખત મહેનત કરનારને વિદેશમાં પણ પોતાનું વેચાણ કર્યું હતું. લોકડાઉનમાં ઘણા લોકોના ધંધા પડી ભાગ્યા હતા. ત્યારે જશુબેન પોતાના કાંડાનું કૌવત બતાવીને ગૃહઉદ્યોગમાં બનાવાતા પાપડની સાથે અન્ય વસ્તુઓ પણ બનાવવાનું શરુ કર્યું હતું. એટલું જ નહીં, માત્ર નવી વસ્તુઓ બનાવવાનું શીખીને અટક્યા ન હતા, પરંતુ તમામ પ્રોડ્કટને વિદેશમાં પહોંચાડી હતી. જેને કારણે અમેરિકા, કેનેડા સહિતના દેશોમાંથી ઓર્ડર મળતા હોવાથી વર્ષે ઘેરબેઠાં કામ કરીને સાડાત્રણ લાખ રૂપિયાની કમાણી કરે છે.
લોકડાઉનથી અનેક લોકોના ઉદ્યોગધંધા કોરોનાને કારણે બંધ થયા હતા. તે દરમિયાન જશુબેન 3 વર્ષથી પાપડ બનાવીને વેચાણ કરતાં હતાં, પરંતુ આ ગૃહ ઉદ્યોગનો તેઓ વિકાસ કરવા માગતાં હતાં. જેથી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં તેમને તાલીમ આપવામાં આવી હતી. તેઓ નવી પ્રોડ્કટ બનાવવાનું પણ શીખ્યા અને એનું વેચાણ દેશ-વિદેશમાં કેવી રીતે વધારવું એનું પણ જ્ઞાન મેળવી લીધું હતું.
મળતી માહિતી મુજબ, પોતાના હાથે જ જસુબેન પટેલ કેરીનો રસ, અથાણાં, લીંબુ પાણી, દેશી માઝા, સહિત સ્પેશિયલ વેરાઇટી બનાવે છે. એટલું જ નહીં, મગના પાપડની માગ દેશ સહિત સૌથી વધુ લંડન, અમેરિકા અને કેનેડામાં રહે છે. કોઈ દિવસ પોતાના પ્રોડક્ટને માર્કેટિંગ કરવાની જરૂર જશુબેન પટેલને પડી નથી. વિવિધ ખાદ્ય પ્રોડક્ટ ગ્રાહકો ઘરે આવીને લઈ જાય છે. વિદેશથી પણ તેમને ઓર્ડર આવે તે પ્રમાણે તેઓ સામાન મોકલી આપે છે.
ઓલ ટાઈમ હાઈ જસુબેનના સ્પેશિયલ મગના પાપડની ડિમાંડ હોય છે. સામાન્ય રીતે માર્કેટમાં મગના પાપડ મળતા નથી અને તેને બનાવવાની માથાકૂટ એટલી હોય છે કે, સામાન્ય મહિલાઓ તેને બનાવવાની મહેનત કરતા નથી. લીલા અને કાળા મરીના પાપડ સ્વાદની સાથે ફાયદા કારક છે.
જશુબેને કહ્યું હતું કે, તેઓ 9 જાતના પાપડ સહીત 14 જાતની પ્રોડક્ટ બનાવે છે. જેમાંથી લીલા અને કાળા મગના પાપડની સૌથી વધુ માંગ જોવા મળે છે. આ પાપડની ખાસિયત એ છે કે, એ ખાતી વખતે દાંતે ચોંટતા નથી અને સ્વાદ અનુસાર તીખા અને ઓછા તીખા પણ બનાવવામાં આવે છે, સાથે આ પાપડની માગ વિદેશમાં પણ વધુ રહે છે.
અનેક લોકોનું જસુબેને બનાવેલું માઝા પણ ફેવરિટ છે. 250 રૂપિયાની બોટલમાંથી 50 ગ્લાસ માઝા બને છે. આ પ્રકારના સરબત બનાવીને પણ જશુબેન સારી આવક મેળવી રહ્યા છે. જસુબેન જણાવે છે કે, અમારી કામ કરવાની રીત અને કૃષિ યુનિવર્સિટીની તાલિમથી અનેક ફાયદા મને થયા છે. આજે અમારો ગૃહઉદ્યોગ માત્ર ઘર કે નવસારી પૂરતો નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.