CORONA LIVE: કોરોનાનો આંકડો 1 કરોડને પાર, 5 લાખથી વધુ લોકોના મોત

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વભરમાં દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 કરોડને વટાવી ગઈ છે. 2020 માં કોરોના વાયરસએ વિશ્વના દરેક ખૂણામાં હાહાકાર મચાવ્યો છે. વર્ષના પ્રથમ 6 મહિનામાં, આ રોગ મોટી સંખ્યામાં લોકોના જીવ લીધા છે. તે જ સમયે કોરોનાથી મૃત્યુઆંક લાખો પર પહોંચી ગયો છે. વડોમીટર નામની વેબસાઇટ દરરોજ કોરોના વાયરસથી સંબંધિત ડેટા પ્રદાન કરે છે, કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વિશ્વભરમાં 1 કરોડને વટાવી ગઈ છે. આ સાથે જ મૃત્યુઆંક પણ 5 લાખને પાર કરી ગયો છે.

કોરોના વાયરસનો પ્રકોપ વિશ્વભરમાં વધી રહ્યો છે. વિશ્વભરમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા એક કરોડને વટાવી ગઈ છે, જ્યારે જીવલેણ વાયરસના કારણે પાંચ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોના વર્લ્ડમીટર મુજબ, આંકડા બતાવે છે કે દુનિયાભરના દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને હવે 10,081,545 થઇ ચૂકી છે. તો આ ખતરનાક વાયરસની ઝપટમાં આવવાથી અત્યાર સુધીમાં 501298 લોકોના મોત થઇ ચૂકયા છે. એક સારી વાત એ છે કે આખી દુનિયામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત 5458369 લોકો સાજા થઇ ગયા છે.

આપને જણાવી દઇએ કે, અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણના એક દિવસમાં સૌથી વધુ 40000 નવા કેસ સામે આવ્યા છે. એવામાં દેશના બે રાજ્યોએ સંક્રમણને કાબૂમાં કરવા માટે ફરીથી પ્રતિબંધ લાગૂ કરી દીધો છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટ એ તમામ બાર શુક્રવાર સુધી બંધ કરવાનો આદેશ આપ્યો અને ફ્લોરિડાએ બારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો.

પીટીઆઈના મતે અમેરિકાના આ બંને રાજ્ય દેશના એ રાજ્યોની યાદીમાં સામેલ થઇ ગયા છે જે સંક્રમણનું ફરીથી જોર પકડવાનું કારણ અથવા તો ફરીથી પ્રતિબંધ લાગૂ કરી રહ્યા છે અથવા તો પોતાના અર્થતંત્રને વધુ ખોલવાનના નિર્ણયને હાલ ટાળી રહ્યા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે હેરાન કરનારી વાત એ છે કે મોટી સંખ્યામાં યુવા સંક્રમિત થઇ રહ્યા છે જે માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમનું પાલન કર્યા વગર ફરી રહ્યા છે.

દુનિયામાં નાના મોટા એા 38 દેશો છે જેમણે કોરોના પર જીત મેળવી છે અથવા તો તેની નજીક છે. જ્યારે તવાલુ, નાતુ, સોલોમન ટાપુઓ જેવા 9 નાના ટાપુ દેશો છે જ્યાં કોરોના પહોંચ્યો જ નથી. ન્યૂઝિલેન્ડ પણ તાજેતરમાં કોરોનામુક્ત થયું હતું પરંતુ પાછા નવા કેસ આવી ગયાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *