અચાનક જ સળગી ઉઠતી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

દેશભરમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર(Electric two-wheeler)માં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે. આમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે અને તેથી સરકાર આ ઘટનાઓને લઈને ઘણી ગંભીર છે. હવે એવા અહેવાલ છે કે સરકારે ઇલેક્ટ્રિક વાહન કંપનીઓને નવા મોડલ (ટુ-વ્હીલર) લોન્ચ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

માર્ગ પરિવહન મંત્રાલયની બેઠક:
તાજેતરમાં, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે આ ઘટનાઓ અંગે ઇલેક્ટ્રિક વાહન કંપનીઓ સાથે બેઠક યોજી હતી. એક સમાચાર અનુસાર, મિટિંગમાં મંત્રાલયે મૌખિક આદેશમાં જણાવ્યું હતું કે તેઓ તેમના નવા મૉડલનું લૉન્ચિંગ હાલ પૂરતું અટકાવી દે. અત્યાર સુધીમાં, દેશભરમાં લગભગ બે ડઝન ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે.

સરકાર દંડ વસૂલશે:
અગાઉ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને કંપનીઓને કડક સૂચના આપી હતી કે તમામ ખામીયુક્ત વાહનોને પાછા બોલાવીને તપાસ કરવામાં આવે. આ ઘટનાઓની તપાસ માટે સરકારે નિષ્ણાત સમિતિની રચના કરી હોવાની પણ માહિતી આપવામાં આવી હતી.

સમિતિને આ ઘટનાઓને રોકવા માટેના પગલાં સૂચવવા પણ કહેવામાં આવ્યું છે. કમિટીના તપાસ રિપોર્ટના આધારે સરકાર ડિફોલ્ટર કંપનીઓ માટે ફરજિયાત આદેશ જારી કરશે. બહુ જ ટૂંક સમયમાં, ઇલેક્ટ્રિક વાહનો માટે ગુણવત્તા-કેન્દ્રિત માર્ગદર્શિકા જારી કરવામાં આવશે અને જો કોઈપણ કંપની ગુણવત્તાના મામલે બેદરકારી દાખવશે તો તેના પર ભારે દંડ વસૂલવામાં આવશે.

Ola, Okinawaએ આગની ઘટનાઓ બાદ Ola Electric અને Okinawa Autotech, બે મુખ્ય ઈલેક્ટ્રિક 2-વ્હીલર્સ ઉત્પાદકોએ તેમના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરને પાછા મંગાવ્યા છે. આમાં Olaએ 1441 અને Okinawaએ 3215 સ્કૂટર રિકોલ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *