‘જલ્દીથી જલ્દી ભારતીયો યુક્રેન છોડી દો…’ ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર- જાણો શું કહ્યું?

રશિયા અને યુક્રેન(Russia-Ukraine War) વચ્ચે છેલ્લા 8 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ છેલ્લા કેટલાક દિવસોમાં યુક્રેન પર તેના હુમલા તેજ કર્યા છે. આવી સ્થિતિમાં…

રશિયા અને યુક્રેન(Russia-Ukraine War) વચ્ચે છેલ્લા 8 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ છેલ્લા કેટલાક દિવસોમાં યુક્રેન પર તેના હુમલા તેજ કર્યા છે. આવી સ્થિતિમાં કિવ(Kyiv)માં ભારતીય દૂતાવાસે(Indian Embassy) એક એડવાઈઝરી જારી કરી છે. ભારતીયોને તાત્કાલિક દેશ છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. આ એડવાઈઝરી રશિયા દ્વારા તેજીથી થઇ રહેલા હુમલા બાદ બહાર પાડવામાં આવી છે.

એડવાઈઝરીમાં કર્યો આ ઉલ્લેખ:
કિવમાં ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરતા કહ્યું, “બગડતી સુરક્ષા સ્થિતિ અને તાજેતરના યુદ્ધમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને યુક્રેનની મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે.” એડવાઈઝરીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે હાલમાં યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકો વહેલામાં વહેલી તકે યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવે છે.

માર્શલ લો લાગુ થશે
નોંધનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે એક કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદા હેઠળ યુક્રેનના ચાર વિસ્તારોમાં માર્શલ લો લાગુ થશે જેને રશિયાએ અલગ કરવાની જાહેરાત કરી હતી. રશિયાના આ પગલાને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે. આ ચાર પ્રદેશો છે ખેરસન, ઝાપોરિઝિયા, ડનિટ્સ્ક અને લુહાન્સ્ક. જોકે, રશિયા હજુ સુધી આ ચાર વિસ્તારોને સંપૂર્ણપણે પોતાના નિયંત્રણમાં લઈ શક્યું નથી. તે યુક્રેનિયન સેના તરફથી સખત સ્પર્ધાનો સામનો કરી રહ્યું છે. વાસ્તવમાં રશિયા આ વિસ્તારોમાં પોતાના નેતાઓને કમાન સોંપ્યા બાદ પોતાના 60,000 લોકોને વસાવવા જઈ રહ્યું છે.

રશિયાએ યુક્રેનમાં ડ્રોન હુમલામાં કર્યો વધારો:
યુક્રેન હાલમાં રશિયા દ્વારા ડ્રોન હુમલાનો સામનો કરી રહ્યું છે. સોમવારે, રશિયાએ યુક્રેન પર ડઝનેક ‘કેમિકેઝ’ ડ્રોન લોન્ચ કર્યા, પાવર હાઉસ પર હુમલો કર્યો અને ઘણા નાગરિકોની હત્યા કરી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ હુમલા બાદ કહ્યું કે દેશમાં પાવર સ્ટેશનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે સમયની સાથે આ યુદ્ધ વધુ આક્રમક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. બીજી તરફ યુક્રેન પણ ઘૂંટણિયે પડવા તૈયાર નથી. પશ્ચિમી દેશો તેને સંરક્ષણ સાધનો આપી રહ્યા છે. આવી સ્થિતિમાં યુક્રેનમાં સ્થિતિ વધુ વણસી શકે તેવી શક્યતા છે.

ભારતે રેસ્ક્યુ મિશન કર્યું હતું શરૂ:
આ યુદ્ધ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયું હતું. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો. આક્રમણ બાદ ભારતે મોટા પાયે સ્થળાંતર અભિયાન શરૂ કર્યું હતું. આ અંતર્ગત વિદ્યાર્થીઓ સહિત અનેક નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેઓ યુદ્ધના ગોળીબારમાં ફસાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *