જેને અંગ્રેજીનો સ્પેલિંગ’ય નથી આવડતો, તે IELTSમાં 8 બેન્ડ લાવી કેનેડા પહોચી ગયા- જુઓ કેવી રીતે ખુલી પોલ

ગુજરાત(Gujarat): ગુજરાતીઓની વિદેશ જવાની લાલચ એટલી વધી ગઈ છે કે, હવે ત્યાં પહોંચવા માટે ગમે તે હદ સુધી જવા માટે તૈયાર હોય છે. જણાવી દઈએ કે, વિદેશ જવુ હવે સપનુ નહિ, પણ કૌભાંડ અને ક્રાઈમ બની ગયુ છે. લોકો ગમે તે હદ સુધી ક્રાઈમ કરવા તૈયાર થઈ રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે મહેસાણા(Mehsana)થી એક કૌભાંડ બહાર આવ્યુ છે તે વિશે જાણીને હચમચી જશો. IELTS માં 8 બેન્ડ મેળવી 4 યુવાનને અમેરિકા(America) મોકલવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી અનુસાર, મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના યુવાનો સામે તપાસ કરવામાં આવી છે. કેમ કે આ ચારેય ગામના યુવકોને અંગ્રેજી આવડતું ન હોવા છતાં પણ IELTSમાં 8 બેન્ડ મેળવીને કેનેડા પહોંચી ગયા હતા અને ત્યાર બાદ કેનેડાથી અમેરિકા જતી વખતે બોટમાં પકડાઈ જવા પામ્યા હતા. ત્યાર પછી ચારેય યુવાનોને અમેરિકાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં ચારેય યુવકો કોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજી ન બોલી શકવાને કારણે સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. આ મામલ દ્વારા અમેરિકન એમ્બેસીએ મુંબઈ એમ્બેસીને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મહેસાણા પોલીસને જાણ કરવામાં આવી હતીઅ અને પછી મહેસાણા એસપીએ એસઓજી પોલીસને તપાસ સોંપતા IELTS પરીક્ષા લેનાર સંસ્થા અને એજન્ટોની સામે તપાસ હાથ ધરી દેવામાં આવી છે.

8 બેન્ડથી અમેરિકા પહોંચેલ વિદ્યાર્થીઓના નામની યાદી:
અમેરિકા પહોંચેલા વિધાર્થીઓમાં પટેલ ધ્રુવ રસિકભાઈ, માંકણજ, પટેલ નીલ અલ્પેશકુમાર, ધામણવા, પટેલ ઉર્વીશ શૈલેષભાઈ, જોટાણા અને પટેલ સાવન રાજેન્દ્રકુમાર, સાંગણપુરમો સમાવેશ થાય છે.

વિદેશ જવાની ઘેલછામાં ભારતથી કેનેડા અને અમેરિકા જવા માટે હવે ભારતીય ગેરકાયદે રસ્તો અપનાવવા લાગ્યા છે. વિદેશ જવા માટે IELTSની પરીક્ષા આપવી ખુબ જ જરૂરી છે, અને તેમાં સાર બેન્ડ લાવવા પણ અત્યંત જરૂરી છે. આ બધાની વચ્ચે અંગ્રેજી લખી-વાંચી-બોલી ન શકતા પટેલ યુવકોએ મોટા તિકડમ કરીને IELTSમાં 8 બેન્ડ લાવી દીધા અને કેનેડા પણ પહોંચી ગયા હતા.

મળતી માહિતી અનુસાર, આ યુવકો મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના વતની છે. જેઓ ગઈ 28 એપ્રિલ 2022ના રોજ કેનેડા અને અમેરિકાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટના માધ્યમથી હાડ થીજવતી ઠંડીની અંદર અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે બોટ પાણીમાં ડૂબતી હોઇ યુએસએ પોલીસ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા અને અમેરિકાની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આ ચારેય વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષામાં જવાબ આપી શક્યા નહોતા અને સમગ્ર ભાંડો ખુલો પડ્યો હતો.

અમે તમને જણાવી દઈએ કે, વિદેશમાં જવા માટે ઉત્તર ગુજરાતમાં અનેક એજન્ટો આં પ્રકારના કૌભાંડ કરી રહ્યા છે. જેઓ ગેરકાયદે રીતે લોકો પાસેથી વધારે પૈસા લઈને અમેરિકા-કેનેડા પહોંચાડે છે. ત્યારે પ્રથમ વાર IELTS બેન્ડમાં છેડછાડ કરાયા હોવાના અહેવાલ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હવે આ મામલે અનેક નામો ખૂલી શકે છે. આ ચાર યુવકોને કયા સેન્ટરથી પરીક્ષા આપી, આ યુવકોને કોના દ્વારા 8 બેન્ડ આપ્યા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. ત્યારે આ કેસમાં આગામી દિવસોમાં મોટા માથાના નામ ખૂલે તેવી પ્રબળ શક્યતાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *