સાધારણ શરદી હોય તો પણ થઇ જજો સાવચેત હોઈ શકે છે કોરોના, સંશોધનમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે હવે સંશોધનમાં મોટો ઘટસ્ફોટ થયો છે.

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના નવા નવા પ્રકારો સાથે બહાર આવી રહ્યો છે અને ધીમે ધીમે તેમનું સંક્રમણ વધી રહ્યું છે અને તેમના લક્ષણોમાં પણ થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. હાલના આંકડા પ્રમાણે જાણવા મળ્યું છે કે, હાલના દિવસોના વિશ્વભરમાં તેજીથી ફેલાય રહેલો ડેલ્ટા પ્લસ સ્વરૂપના શરૂઆતના લક્ષણો અલગ અલગ જોવા મળી રહ્યા છે. જોવા જઈએ તો બ્રિટનના તાજેતરના આંકડામાં જાણવા મળી રહ્યું છે કે, જો તમને પણ ખાસી કે શરદી હોય તો તમને પણ કોરોનાના લક્ષણો હોઈ શકે છે.

ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટીમાં સંક્રમિત રોગ તથા વાયરોલોજીમાં રિસર્ચ લીડર લારા હરેરોના કહ્યા અનુસાર, તમામ માણસમાં અલગ અલગ લક્ષણો જોવા મળી રહ્યા છે. એક જ વાયરસ માણસોમાં અનેક રીતે નવા નવા લક્ષણો અને સંકેત પેદા કરી શકે છે. સાથે તેમના કહ્યા અનુસાર વાયરસથી થનારી ગંભીર બીમારી મહત્વના કારકો પર નિર્ભર કરે છે.

બ્રિટનથી મળતી માહિતી અનુસાર, તાવ- ખાંસી હંમેશા કોરોનાના સામાન્ય લક્ષણ રહ્યા છે. તેમની સાથે માથા અને ગાળામાં દુખાવો થવો અને નાકમાંથી પાણી પડવું તથા સુંઘવાની ક્ષમતા ગુમાવે છે તેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. હરેરોના કહ્યા અનુસાર, આપને ડેલ્ટા પ્લસ અંગેની વધારે જાણકારી ભેગી કરવી જરૂરી છે. જોવા જઈએ તો અત્યાર સુધીમાં જે આકડા સામે આવ્યા છે તે જણાવે છે કે, સામાન્ય શરદી, તાવ, નાકમાંથી પાણી પડવું તથા ગાળામાં દુખાવો થવો જેવા લક્ષણો હોઈ શકે છે. પરંતુ લક્ષણોમાં ફેરફારને લઈને કોઈ ચોક્કસ જવાબ નથી મળી રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *