ગુજરાત રાજ્યમાં તસ્કરો બેફામ બનીને ચોરી કરી રહ્યા છે. ચોરો એટલા બેફામ બન્યા છે અને હવે નેતાઓના ઘર પણ સુરક્ષિત નથી રહ્યા. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના કલોલ અંબિકાનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ પોતાના ઘરમાં ચોરી થઇ હતી. જેમાં ચોરીમાં રૂ 8.51લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
કલોલના કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું કલોલમાં બસ સ્ટેન્ડ પાસે તેમનું ઘર આવેલું છે. ગઈ રાત્રે ધારાસભ્યના ઘર પર ચોરો ત્રાટક્યા હતા અને લાખોના મુદ્દા માલની ચોરી કરી હતી. જેમાં બે સોનાની ચેઇન, બે લાખ રોકડા, બે રાડો ઘડિયાળ, સીસીટીવી રાઉટર અને ત્રણ એલસીડી ટીવી સહીત કુલ 8.51 લાખ રૂપિયાની ચોરી કરી હતી. રાત્રી દરમિયાન આવેલા ચોરોએ ધારાસભ્યના ઘરના માલ સામાનને વેરવિખેર કરી નાખ્યો હતો.
બળદેવજી ઠાકોરના ધારાસભ્યના બંગલાના મેઈન દરવાજાનું તાળું તોડીને કુલ રૂ 8.51 લાખથી વધુના મુદ્દા માલની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. બળદેવજી ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, કલોલમાં તાળા તૂટવાની ઘટના દરરોજ બને છે.
મહત્વનું છે કે, ગાંધીનગર અને તેમની આસપાસના સ્થળોમાં છેલ્લા ઘણા સમયથી જુગાર, દારૂ તેમજ અન્ય ઘટનાઓ સતત ઘટતી રહે છે. ગાંધીનગરમાં ચોરી સહિતના ગંભીર ગુનાઓ કરતા હોવાથી શહેરના તમામ વેપારીઓ માટે ધંધાના સ્થળે સીસીટીવી કેમેરા ફરજીયાત કરી દેવામાં આવેલ છે. તેમ છતાં તસ્કરો બેફામ બનીને ચોરી કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.