આપણા ભારત દેશને ધાર્મિક દેશ (A religious country) માનવામાં આવે છે. અહિયાં અનેક દેવી-દેવતાઓના ચમત્કારિક મંદિરો (Temples) આવેલા છે. એવા ઘણા મંદિરો છે જેમાં આજે પણ ભગવાન-માતાજી હાજરા હજૂર હોય છે. ત્યારે આજે આપણે એક એવા જ મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં માં ખોડિયાર (Khodiyar Mata) આજે પણ હાજરા હજુર છે. તેઓના અપરંપાર પરચા જોઈ ત્યાં દર્શન કરવા લોકોની ભીડ હંમેશા રહે છે. તો ચાલો જાણીએ…
મળતી માહિતી અનુસાર, માં ખોડિયારનું આ મંદિર સાવરકુંડલાના બોધરીયાણી ગામમાં આવેલું છે. આજે પણ આ મંદિરમાં માં ખોડિયાર સાક્ષાત બિરાજમાન છે. તેથી આ મંદિરને ઘી વાળી માં ખોડિયારના નામેથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં માં ખોડિયારના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.
ત્યારે હવે આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો, અહિયાં ઘણા વર્ષો પહેલા એક ગોવાળ રહેતો હતો અને બીજા ઘણા ગોવાળિયાઓ પણ ત્યાં રહેતા હતા. આ દરમિયાન તેમના નેસડાઓમાં એક બહેનને કોઈ સંતાન ન હતું, તો એક દાદાએ એવું નક્કી કર્યું કે જો આ બહેનને સંતાન થાય તો અહીંયા ઘી વાળા માં ખોડિયાર માતાજીની સ્થાપના કરીને એક કડાં ઘીની માનતા કરજો, ત્યારબાદ તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો.
દીકરાનો જન્મ થતા પરિવારના સભ્યો દ્વારા માં ખોડીયારની આ માનતા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ભક્તોએ માનેલી બધી જ મનોકામનાઓ માં ખોડિયારના આશીર્વાદથી પુરી થાય છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માં ખોડિયારના દર્શન કરવા માટે આવતા હોય છે. દર્શને આવે છે તે ભક્તો ઘીની માનતા માનતા હોય છે. તેથી અહિયાં દર્શન માત્રથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.