કોલેજીયનો કોરોના ભૂલ્યા! સુરતની આ જાણીતી કોલેજની મ્યુઝિકલ ઇવનિંગમાં ભેગા થયા હજારો વિદ્યાર્થીઓ

સુરત(Surat): કોરોના(Corona)નું સંક્રમણ કાબુમાં આવતાની સાથે જ સરકાર દ્વારા ફરી એક વખત શાળા અને કોલેજો શરૂ કરી દેવામાં આવી છે પરંતુ હજી પણ ઓમિક્રોન(Omicron) જેવા અત્યંત ખતરનાક વેરિયન્ટ ખુબ જ મોટું જોખમ ઊભું કરી શકે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. ત્યારે યુવાનોએ સ્વૈચ્છિક રીતે પણ કોરોના સંક્રમણ ન ફેલાય તેનું ધ્યાન રાખવું જોઇએ. પરંતુ, સુરતની જાણીતી કોલેજની અંદર મ્યુઝિકલ ઇવનિંગ(Musical Evening)માં ખુબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઈને કોરોના ગાઈડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા હતા. આ ભીડને કોરોના સંક્રમણનો જાણે કોઈ પણ પ્રકારનો ડર કે બીક ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સામાજિક અંતર તો જાણે સંપૂર્ણ રીતે ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સર કે.પી. કોમર્સ કોલેજ(Sir K.P. Commerce College)માં કાલે મ્યુઝિકલ ઈવનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુઝિકલ ઇવનિંગમાં કોરોનાના નિયમોના લીરેલીરા ઉડતા દેખાઈ રહ્યા હતા. જાણે કોરોનાનો ડર જ ન હોય તે રીતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા. હજારોની સંખ્યામાં ભેગા થયેલા વિદ્યાર્થીઓ પૈકી ભાગ્યે જ કોઈ વિધાર્થીના મોઢા ઉપર માસ્ક જોવા મળી રહ્યા હતા.

પોલીસે ભેગા થયેલા વિદ્યાર્થીઓને વિખેરી કાઢ્યા: મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખુલ્લા ગ્રાઉન્ડમાં ભેગા થયેલા નજરે પડ્યા પછી સમગ્ર શહેરની અંદર ધીમે ધીમે આ વાત ફેલાઈ ગઈ હતી અને એક ચર્ચાનો વિષય બની ગઈ હતી. વિધાર્થીઓ આ પ્રકારે ભેગા થઈને કોરોનાને સામેથી આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રકારના કાર્યક્રમો યોજીને કોરોનાને સામેથી ચેલેન્જ આપી રહ્યા છે વિદ્યાર્થીઓ.

પોલીસન આ ઘટનાની જાણ થયા બાદ પીસીઆર વાન કોલેજ ગ્રાઉન્ડ ઉપર પહોંચતાની સાથે જ તમામ ભેગા થયેલા વિદ્યાર્થીઓને વિખેરી કાઢ્યા હતા. પોલીસની ગાડી જોઇને તમામ વિદ્યાર્થીઓ મેદાનમાંથી જતા રહ્યા હતા. પરંતુ આપણે સૌ ને ખબર છે કે, હજી પણ કોરોના સંક્રમણનો ખતરો સામે દેખાઈ રહ્યો છે તેવા સમયે વિદ્યાર્થીએ ખુદ જ કોરોનાના નિયમોને ધ્યાને લઈને પોતાની રીતે જ આ પ્રકારના આયોજનોથી દૂર રહેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *