સે-કસની આ 5 ભૂલથી બચીને રહેજો દરેક કપલ; નહીંતર પડી જશે લેવાના દેવા

Sexual Life Tips: પતિ-પત્નીના સંબંધ એક દિવસ હોય કે વર્ષોનાં વર્ષ, ક્યારેક તૂટવાને આરે આવીને ઊભા રહે છે. ઘણી વાર આની પાછળનાં કારણો સમજાય તેવાં હોય છે તો ક્યારેક ન સમજાય તેવાં. જોકે, મોટાભાગે લગ્નવિચ્છેદનું મુખ્ય કારણ અસંતુષ્ટ લગ્નજીવન અથવા તો ખરાબ સેક્સલાઈફ (Sexual Life Tips) હોય છે. ખરાબ સેક્સલાઈફનું મુખ્ય કારણ સેક્સ સમસ્યાઓ છે જેનું સમયસર નિદાન અને સારવાર હાથ ધરવામાં ન આવે તો સંબંધ બચાવવાનું મુશ્કેલ થઈ જાય છે. શરીરની અન્ય સમસ્યાઓની જેમ જ સેક્સ સંબંધિત સમસ્યાઓ પણ સામાન્ય જ છે.

સ્ટ્રેસ લેવાની આદત
સેક્સ દરમિયાન સંતુષ્ટિ ન મળવી અથવા તો લગ્ન પછી ધીરેધીરે સ્ત્રી અથવા પુરુષમાં સેક્સને લઈને ઉત્તેજના ન અનુભવાય વગેરે જેવી અનેક સામાન્ય સમસ્યાઓ હોઈ શકે છે. પુરુષોમાં લિંગમાં ઉત્તેજના ન આવવી અને સ્ત્રીઓમાં વજાઈનલ એરિયા ડ્રાય રહેવો એ સૌથી કોમન સેક્સ પ્રોબ્લેમ છે, મોટાભાગના લોકો તેનો શિકાર જીવનમાં ક્યારેક ને ક્યારેક બનતા હોય છે, પરંતુ આ સમસ્યા વિશે સ્ત્રી હોય કે પુરુષ ક્યારેય ચર્ચા કરવા માંગતાં નથી. સેક્સ પ્રોબ્લેમ બાબતે યોગ્ય નિદાન, સારવાર કે સલાહ ન મળે તો વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે.

પતિ-પત્ની વચ્ચે મોટા ઝઘડા
સ્ત્રીઓ ઘરકામ, બાળકોના ઉછેર, પરિવારના સભ્યોની સંભાળ રાખવી વગેરે જેવાં અનેક કાર્યોમાં વ્યસ્ત રહે છે. તેને કારણે થાક લાગવો સ્વાભાવિક છે અને પરિણામે સેક્સની ઇચ્છા થતી નથી. આવામાં પાર્ટનર સેક્સ કરે તો વજાઈનર એરિયા ડ્રાય જ રહે છે અને બંને કે બંનેમાંથી કોઈ એક પાર્ટનર માટે તે સેક્સ મજા નહીં, પણ પીડા આપનારું બની રહે છે. આ બાબતને લઈને પતિ-પત્ની વચ્ચે મોટા ઝઘડા પણ થઈ શકે છે. આ તો થઈ એક પ્રોબ્લેમની વાત આવા તો અનેક પ્રોબ્લેમ છે જેને સૉલ્વ ન કરવામાં આવે તે લગ્નજીવન તૂટવાની શક્યતાઓ રહે છે. જાણીએ કેટલીક સેક્સ સમસ્યાઓ અને તેના સમાધાન વિશે.

દર્દભર્યો સેક્સુઅલ ઇન્ટરકોર્સ
આ સ્ત્રીઓની ખૂબ જ સામાન્ય સમસ્યા છે. સેક્સમાં ઇન્ટરકોર્સ વખતે દુખાવો થવાને કારણે પણ સ્ત્રીઓ સેક્સથી દૂર ભાગે છે. વજાઈના ડ્રાય રહેવી, સોજો આવવો કે ઇન્ફેક્શન વગેરે કારણોથી આ સમસ્યા પેદા થઈ શકે છે. પાર્ટનરને એ ખબર હોવી જોઈએ કે ક્યારે સ્ત્રી પાર્ટનરને દુખાવો થઈ રહ્યો છે અને ક્યારે નથી થઈ રહ્યો. જેમાં સ્ત્રીને વધારે આનંદ આવે એવી પોઝિશનમાં સેક્સ કરશો તો આ સમસ્યા પેદા નહીં થાય. સાથે જ તેના માટે એક સારા લુબ્રિકન્ટનો ઉપયોગ કરવો જોઈએ. જો આનાથી પણ આરામ ન થાય અથવા ઇન્ટરકોર્સ દરમિયાન સતત દુખાવો થતો હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

વજાઈનલ પેઈન
ક્યારેક ક્યારેક સ્ત્રીઓને નાભિની નીચે અને પ્યૂબિક એરિયાની આસપાસ દુખાવો અનુભવાય છે. આવી સ્થિતિમાં લુબ્રિકેશન તો થાય છે, પરંતુ ક્લાઈમેક્સ એટલે કે ઓર્ગેઝમ અનુભવાતું નથી. તેનાથી આ એરિયામાં લોહીનું ભ્રમણ ઓછું થઈ જાય છે અને દુખાવો થવા લાગે છે.

પસંદ અને નાપસંદ
બંને પાર્ટનરની સેક્સને લઈને અલગ-અલગ પસંદ અને નાપસંદ હોય તો પણ સેક્સુઅલ રિલેશન બનાવતી વખતે સમસ્યા પેદા થઈ શકે છે.

ખરાબ કોન્ડોમ
ઘણીવાર અન્ય ઘણા કારણોસર કોન્ડોમ સમય કરતા પહેલા પણ ખરાબ થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, જો કોન્ડોમને યોગ્ય રીતે રાખવામાં ન આવે તો પણ તે બગડી શકે છે. આવી સ્થિતિમાં જો કોન્ડોમ સુકાઈ ગયું હોય કે ચીકણું થઈ ગયું હોય અથવા થોડું ટાઈટ લાગે તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ અને બીજા કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ.