Maharashtra Viral News: આજકાલની ભાગદોડ ભરેલી જીવન શૈલીમાં મહિલા અને પુરુષ માટે વાળ ઉતરવા એક સામાન્ય વાત છે. વાળ ખરવા એક કુદરતી પ્રક્રિયા (Maharashtra Viral News) છે. વાળ ઓળતી વખતે અથવા ધોતી વખતે વાળ ખરે છે. જોકે જ્યારે કોઈના વાળ એક ભાગમાંથી ખરી જાય છે તો ત્યાં ટાલ પડી જાય છે. એવામાં આપણે ડોક્ટર પાસે જવું જોઈએ.
અચાનક ટકલા થવા લાગ્યા ગામના લોકો
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના બુલઢાણાથી વાળ ખરવાના સેકડો મામલા સામે આવવા લાગ્યા છે. અહીંયાના ગામના લોકો અચાનક ખૂબ વધારે વાળ ખરવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેના લીધે લોકોમાં ટાલ પડવાની ફરિયાદો વધી રહી છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ કે અધિકારીઓને સંભવિત પ્રદૂષણ માટે પાણી સપ્લાયની ટેસ્ટિંગ શરૂ કરવી પડી છે.
ગામમાં તપાસવામાં આવી રહ્યા છે પાણીના નમુના
ઘટના સામે આવ્યા બાદ મંગળવારના રોજ સ્વાસ્થ્ય વિભાગની ટીમએ ગામમાં સર્વે શરૂ કર્યું. શેગાવની સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર દિપાલી બહેકરએ સંવાદદાતાઓને જણાવ્યું કે પ્રભાવિત લોકોનો ઈલાજ શરૂ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ કહ્યું કે જિલ્લાના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણ દરમિયાન શેગાવ તાલુકાના કલવાડ, બોડગામ અને હિંગણા ગામના 30 લોકોના વાળ ખરી ગયા હતા.
સ્કીન કેર સ્પેશિયાલિસ્ટ પાસેથી પણ સલાહ લેવામાં આવી
બહેકરએ મંગળવારે કહ્યું કે વિભાગએ લક્ષણો પ્રમાણે દર્દીઓનો ઈલાજ શરૂ કર્યો છે અને સ્કીન કેર સ્પેશિયાલિસ્ટ પાસેથી પણ સલાહ લેવામાં આવી છે. જિલ્લા પરિષદના એક અધિકારીએ કહ્યું કે સંભવિત પ્રદૂષણની તપાસ માટે આ ગામમાંથી પાણીના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App