હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરી દીધેલું છે, અને સાથે-સાથે ઉનાળાની ઋતુ પણ ચાલુ છે ત્યારે ધીમે ધીમે શહેર તરફ કેરીઓ આવવા લાગી છે. અમુક લોકો કેરી લઇ આવ્યા હશે, અને ઘણા લોકો હજુ કેરી લાવવાની તૈયારીમાં હશે. હવે કેરી એવું ફળ છે કે નાનાથી માંડીને મોટા સુધી, દરેકને આ ફળ ખુબ જ વાલુ છે. અમુક લોકો કેરીને ચીર કરીને ખાય છે અને અમુક લોકો કેરીનો રસ બનાવી તેનો આનંદ માણે છે. તો કેરીનો રસ તો દરેક ઘરમાં બનતો હશે, પણ તેનાથી પણ સારો એવો અમૃત જેવો મીઠો રસ કેવી રીતે બનાવો તે અહિયાં જણાવ્યું છે.
સામન્ય રીતે લોકો કેરીનો રસ ડેરી માંથી લઇ આવતા હોય છે. પણ તમને જણાવી દઈએ કે કોઈ પણ દુકાનવાળો તમને ચોખ્ખો કેરીનો રસ નથી આપતા. કેરીના રસમાં પણ કેટકેટલા કેમિકલો નાખે છે. જેના કારણે આપણને એ રસ ખુબ પસંદ આવે છે. પણ એ શરીર માટે ખુબ નુકશાન કારક હોય છે એટલે જ કેરીનો સારામાં સારો રસ બનાવો હોય તો ઘરે જ બનાવાય અને તેનો આનંદ લઇ શકાય. તો અમૃત જેવો મીઠો કેરીનો રસ બનાવા માટે આપણે કઈકઈ વસ્તુઓ જોશે?
તો સૌ પ્રથમ તમારી પાસે 4 થી 5 કેરીઓ હોવી જોઈએ. અને આ કેરીઓ સારી માત્રામાં પાકેલી હોવી જોઈએ. ત્યારબાદ 1 થી 2 બાઉલ ખંડ હોવી જોઈએ. ત્યારબાદ 1 બાઉલ જેટલું તાજું દૂધ હોવું જોઈએ. ત્યારબાદ 8 થી 10 બરફના ક્યુબ(ટુકડા) હોવા જોઈએ. અને છેલ્લી વસ્તુ એવી એક ચમચી સુંઠનો પાવડર હોવો જોઈએ. જો આ દરેક વસ્તુઓ ભેગી થઇ જાય તો આ રીતે આપણે અમૃત જેવો મીઠો કેરીનો રસ બનાવી શકીએ.
સૌપ્રથમ પાકેલી કેસર કેરી લો. તેને ધોઈ નાખો અને તેની છાલ ઉતારી લો. ત્યારબાદ કેરીના મીડિયમ સાઇઝના કટકા કરો. હવે મિક્સરની જાર લઈ તેમાં કેરી અને ખાંડ નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેની અંદર એક કપ દુધ અને બરફના ટુકડા નાખી દો. ફરી મિક્સર ફેરવી લો. ચપટી સૂંઠ પાવડર નાખો. સૂંઠ પાઉડર નાખીને કેરીનો રસ પીવાથી વાયડો પડતો નથી. તૈયાર છે સ્વાદિષ્ટ કેરીનો રસ રોટલી કે પૂરી સાથે ખાઈ શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news