વોટિંગ પહેલા મોક રાઉન્ડમાં 6 ઉમેદવારોએ 9 વોટ નાખ્યા, બીજેપીને મળ્યા 17… વાંચો વધુ

હાલમાં દેશમાં ચાલી રહેલી ત્રીજા તબક્કાની ચૂંટણી માટે વિવિધ જગ્યાથી ખરાબ અને ખોટા ઇ.વી.એમ. ની ફરિયાદ નોંધવામાં આવી છે. અને બીજા સ્થળે એવી પણ ફરિયાદ…

હાલમાં દેશમાં ચાલી રહેલી ત્રીજા તબક્કાની ચૂંટણી માટે વિવિધ જગ્યાથી ખરાબ અને ખોટા ઇ.વી.એમ. ની ફરિયાદ નોંધવામાં આવી છે. અને બીજા સ્થળે એવી પણ ફરિયાદ મળી છે કે બીજી બધી પાર્ટીઓને મળેલા વોટ પણ બીજેપીના ખાતામાં પડી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ મોક-પોલ દરમિયાન ઈ.વી.એમ. માં ખરાબી ની ફરિયાદ લખાવી છે. ગોવામાં આમ આદમી પાર્ટીના સંયોજક ઇલવીશ ગોમ્સએ મંગળવારે ટ્વિટ કરીને મોક-પોલ ઉપર સવાલ ઉભા કર્યા હતા.

તેઓએ ટ્વિટ કરીને કહ્યું હતું કે:

ઇલેક્શન ફોર્મ સરખેસરખા ? ગોવામાં બુથ નંબર 31 પર મોક-પોલ દરમિયાન 6 ઉમેદવારને 9-9 વોટ આપવામાં આવ્યા હતા પરંતુ જ્યારે વોટની ગણતરી થઈ ત્યારે બીજેપીના ખાતામાં 17 વોટ હતા. અને કોંગ્રેસને 9 વોટ હતા અને આમ આદમી પાર્ટીને 8 વોટ મળ્યા હતા. આ પ્રક્રિયા એક લૂંટ છે. ગોવા નું ચૂંટણી પંચ એ ખોખલું છે. આમ આદમી પાર્ટી ખાસ ધ્યાન આપે.

આ ટ્વીટમાં એલ્વિસ ગોમસે ગોવાના ચીફ ઈલેક્શન ઓફિસર અને ઇલેક્શન કમિશન ના પ્રવકતા અને આમ આદમી પાર્ટી ને ટેગ કર્યો હતો.

આ ટ્વીટ ને વાંચીને ગોવાના ચીફ ઇલેક્શન ઓફિસર એ જવાબ આપ્યો હતો કે

સાઉથ ગોવાના ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર ના અનુસાર બુથ નંબર 31 ઉપર બધા જ ઇવીએમ ને બદલી નાખવામાં આવ્યું હતું.

એલ્વિસ ગોમ્સ ના આ ટ્વિટ પછી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે:

ગોવામાં “દોષપૂર્ણ” ઇ.વી.એમ. જે અન્ય પાર્ટીના વોટોને બીજેપી માં ટ્રાન્સફર કરે છે. શું વાસ્તવમાં આ પ્રોગ્રામ ને દોષ દેવાય, કે એને દોષ દેવાય કે જેણે આ પ્રોગ્રામ કર્યો છે.

હાલમાં જ લોકસભા ના ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગોવા ની અંદર લોકસભા સીટો માટે દક્ષિણ અને ઉત્તર ગોવામાં મતદાન ચાલી રહ્યું છે. એવું નથી કે ખાલી ગોવા માંથી જ ખરાબ ઇ.વી.એમ. ની ફરિયાદ આવી હોય.

કર્ણાટકમાં જ્યાં 14 સીટો પર મતદાન થઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી પ્રિયાંક ખડગે ટ્વીટ કર્યું છે કે:

છતરપુર માં ઘણા ઇવીએમ મશીન ખરાબ છે તેવી ફરિયાદ મળી છે. ઇ.વી.એમ.માં ખરાબી છે તેવી લગભગ અત્યાર સુધી 20 ફરિયાદો નોંધવામાં આવી છે. હું અપીલ કરું છું કે જિલ્લા પ્રશાસન મંત્રી મતદાન માટે નવા ઇ.વી.એમ. મશીન ઉપલબ્ધ કરે.

બીજા અન્ય સ્થળોએ પણ ખરાબ થયા ઇવીએમ મશીન:

કેરલ માંથી પણ આવી ફરિયાદો આવી રહી છે. ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ ની ખબર અનુસાર ફરિયાદ આવી છે કે જે વોટ કોંગ્રેસમાં પડવાના હતા તે વોટ ભાજપના ખાતામાં પડી રહ્યા છે. ન્યુઝ એજન્સી પી.ટી.આઇ. ના જણાવ્યા અનુસાર રાજ્યના ઘણા લોકસભા ક્ષેત્રોમાં ઇવીએમ મશીન ખરાબ છે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે. કાસરગોડ માં 20 ઈવીએમ અને ક્યાકુલમ માં 5 મશીનો ખરાબ છે તેવી ફરિયાદ આવી છે. આ સ્થળોએ લોકસભાની સીટ ઉપર ઘણા ઇવીએમ મશીન ખરાબ હોવાની ફરિયાદ સામે આવી છે.

ઉત્તર પ્રદેશમાં 300 ઇવીએમ કામ નથી કરી રહ્યા?

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં સમાજવાદી પાર્ટીએ ફરિયાદ લખાવી છે કે સેંકડો ઇવીએમ મશીન કામ નથી કરી રહ્યા. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમખાનના દીકરા અબ્દુલા એ ફરિયાદ નોંધાવી છે કે 300થી વધુ ઇવીએમ મશીન નથી કરી રહ્યા. હાલમાં રામપુરના ડીએમ દ્વારા કહેવાયું છે કે આમાં કોઈ સચ્ચાઈ છે નહીં આ માત્ર અફવા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *