ગુજરાતમાં જન્મતો દરેક બાળક આવે છે રૂ.40000ના દેવા સાથે- સરકાર નિષ્ફળ

ગુજરાત માં નવું જન્મતું બાળક માથે રૂપિયા ૪૦ હજારનું દેવું લઈને જન્મે છે. ગુજરાત સરકારને માથે રૂપિયા 2.43 લાખ કરોડનું દેવું જાહેર થયું છે. તેના…

ગુજરાત માં નવું જન્મતું બાળક માથે રૂપિયા ૪૦ હજારનું દેવું લઈને જન્મે છે. ગુજરાત સરકારને માથે રૂપિયા 2.43 લાખ કરોડનું દેવું જાહેર થયું છે. તેના વ્યાજની ચુકવણી માં સરકાર ને રૂપિયા 15000 થી 18000 કરોડ ખર્ચવા પડી રહ્યા છે, એમ આજે નાણાં વિભાગની કાપ દરખાસ્ત પર બોલતા વિરોધ પક્ષના ધારાસભ્ય સી.જે.ચાવડા એ જણાવ્યું હતું. દેવામાં ડુબેલા ગુજરાત દેવું કરીને ઘી પીવા ની માનસિકતા ધરાવે છે.

ગુજરાતના બજેટમાં રૂ ૪૮૦૦૦ કરોડ નો દિન યોજનાકીય ખર્ચ છે. રૂપિયા 80 હજારથી 90 હજાર કરોડ આર્થિક સામાજિક યોજના માટે છે. તેની સામે સરકાર પાસે જીએસટીની મોટી આવક છે, પરંતુ જીએસટી ના બાકી વસૂલી રૂપિયા 35 હજાર કરોડથી વધુની છે. આ વસૂલી લાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. મહેસાણામાં રૂ 1030 કરોડ, સુરતમાં રૂ 4250 કરોડ, વલસાડમાં રૂપિયા 1030 કરોડ, મોરબીમાં રૂપિયા 2765 કરોડની વસૂલાત કરવાની બાકી છે. પ્રજા પાસે ઉઘરાવી લેવાએલા આ પૈસા વેપારીઓ વાપરી રહ્યા છે, પરંતુ સરકાર આ વસૂલ કરતી નથી.

તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી ગુજરાતમાં તેલિયા રાજાઓ જોવા મળતા હતા, હવે બીલીયા જોવા મળી રહ્યા છે. બોગસ બિલ બનાવીને સરકારની તિજોરીમાંથી કરોડોની ઇનપુટ ટેક્ષ ઉપાડી જનારાઓને તેમણે બીલીયા તરીકે ઓળખાવ્યા છે. ગુજરાત સરકાર રાજ્યની તિજોરી પર કોઈનો પણ જો ન પડવા દેવાની વાત તો કરે છે, પરંતુ વેપારીઓ સરકારની આખી ને આખી તિજોરી ઉપાડી જઈ રહ્યા છે. નાણા વિભાગની માગણીઓ પર બોલતા ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે ગુજરાત નો હિરા ઉદ્યોગ માંગી રહ્યો છે. નોટ બંધી પછી મંદ પડેલા મંડેલા હીરાઉદ્યોગના એકમો ની હાલત બહુ જ ખરાબ છે. બહારથી રફની આવક ઘટવા માંડી છે, તેથી હીરા ઘસવા ના એકમો નો કામ ઓછું થઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં નર્મદાના પાણી હજી મળતા નથી. પાણીની અછત અનુભવતા સૌરાષ્ટ્રને કરીએ જ યોજનામાંથી પાણી મળે છે, પરંતુ નર્મદાના પૂરના પાણી મળ્યા નથી. ભાજપને કોંગ્રેસીઓ ખપે છે પરંતુ તેમના વિચારો તેમને સ્વીકાર્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *