શ્રાવણ મહિનામાં સાવ આટલી રકમમાં જ્યોતિર્લિંગના દર્શન કરાવી રહ્યું છે ભારતીય રેલવે, જાણો અહીં

શ્રાવણ મહિનો શરૂ થવાનો છે જે 15 ઓગસ્ટ સુધી ચાલશે. આ મહિને શિવજીની પૂજાનું વિશેષ મહત્વ છે.આ માસ દરમિયાન ભક્તો જ્યોતિર્લીંગના દર્શન કરવા માટે જાય છે. જો તમે પણ જ્યોતિર્લીંગના દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો IRCTC તમારા માટે ટૂર પેકેજ લઈને આવ્યું છે.

MALWA JYOTIRINGA DARSHAN RAIL TOUR PACKAGE EX DELHI નામના આ ટૂર પેકેજ અંતર્ગત તમને ઓમકારેશ્વર અને મહાકાલેશ્વરના દર્શન કરવાનો અવસર મળશે. ટૂરની શરૂઆત ૧ થી ૧૯ ઓગસ્ટ સુધી દર ગુરુવારે નવી દિલ્હીથી થશે.

ટુર પેકેજ સાથે જોડાયેલી ખાસ જાણકારીઓ.

પેકેજમાં શું સમાવિષ્ટ કરવામાં આવશે?

1. પેકેજ ની શરૂઆત નવી દિલ્હી રેલવે સ્ટેશનથી થશે. અહીંયા તમને ટ્રેન થી ઉજ્જૈન લઈ જવામાં આવશે. તમને થર્ડ એસી માં મુસાફરી કરાવવામાં આવશે.
ટુર પેકેજ માં આવવા-જવાની ટિકીટ અને હોટલમાં રોકાવા ઉપરાંત મંદિરમાં મળનાર ટિકિટના પૈસા પણ આવરી લેવામાં આવશે.
પેકેજ અંતર્ગત યાત્રિકોને થર્ડ એસી કોચમાં સફર કરાવવામાં આવશે.આ ઉપરાંત શહેરમાં ફરવા માટે પણ ટ્રાન્સપોર્ટ ની વ્યવસ્થા કરવામાં આવશે.

પેકેજ ની કિંમત

2. જો તમે ત્રણ લોકો આ પેકેજની અંતર્ગત દૂરની બુકિંગ કરાવો છો તો તમારે 10,760 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ કરવા પડશે. જો તમે બે લોકો છો તો તમારે 13050 રૂપિયા આપવા પડશે. જો તમે એકલા જ ટૂરમાં જાવ છો તો તમારે 20200 રૂપિયા ચૂકવવા પડશે.
જો તમારી સાથે તમારું બાળક છે જેની ઉંમર 5 થી 11 વર્ષ છે તો તેનું ભાડું તમારે અલગથી આપવાનું રહેશે જે 6910 રૂપિયા હશે.

કઈ રીતે કરવું બુકિંગ?

આ પેકેજના બુકિંગ માટે તમે રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર ઉપર થી તેનું ફોર્મ ભરી બુકિંગ મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *