સર્વોચ્ચ અદાલતે(Supreme Court) સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા EWS અનામત(EWS reserve)ની જોગવાઈને યથાવત રાખી છે. 5 જજની બેન્ચમાંથી ત્રણ જજોએ બંધારણના 103મા સુધારા અધિનિયમ 2019ને યોગ્ય ગણાવ્યું છે. વાસ્તવમાં, કેન્દ્ર સરકારે બંધારણમાં સુધારો કરીને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી હતી. અનામતની જોગવાઈ કરતા 103મા બંધારણીય સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 5 જજોની બેન્ચમાં ત્રણ જજોએ EWS અનામતની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
બંધારણમાં સુધારો કરીને કેન્દ્ર સરકારે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી હતી. અનામતની જોગવાઈ કરતા 103મા બંધારણીય સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 5 જજની બેન્ચમાં 3 જજો જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ EWS અનામતના સમર્થનમાં ચુકાદો આપ્યો હતો. જ્યારે ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે EWS આરક્ષણ પર અસંમતિ વ્યક્ત કરી છે.
જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ EWS અનામતના નિર્ણયને માન્ય રાખ્યો હતો. જસ્ટિસ દિનેશ મહેશ્વરીએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે મોટો પ્રશ્ન એ છે કે શું EWS અનામત બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. શું SC/ST/OBC ને તેનાથી દૂર રાખવા એ મૂળભૂત ભાવનાની વિરુદ્ધ છે? તેમણે કહ્યું કે EWS ક્વોટા બંધારણનું ઉલ્લંઘન કરતું નથી. EWS આરક્ષણ સાચું છે. તે બંધારણની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કરતું નથી. તે ભારતના બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું નથી. જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે, હું જસ્ટિસ દિનેશ મહેશ્વરીના અભિપ્રાય સાથે સહમત છું. જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે અનામત એ છેલ્લી લાઇન નથી. દરેકને સમાન બનાવવાની આ શરૂઆત છે.
આ બે ન્યાયાધીશો અસંમત:
જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટ EWS અનામત પર અસંમત હતા. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત પણ સરકારની 10% અનામતથી અસંમત હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.