બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા જોઇને દરેક લોકો તેના દીવાના થઈ જતા હોય છે. એશ્વર્યા રાયના ચાહકો માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ છે. બોલિવૂડ એક્ટ્રેસ અને અમિતાભ બચ્ચનની વહુ એશ્વર્યા રાય બચ્ચનનો એક વીડિયો વાયરલ થયો અને ચર્ચામાં આવ્યો. આ વખતે તે તેની સુંદરતા નહીં પણ કંઈક બીજાના લીધે ચર્ચામાં આવી છે. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પણ એશ્વર્યા રાયની પ્રશંસક છે. સમાચારો અનુસાર ઝરદારીએ એક વખત એશ્વર્યાને તેમના રાષ્ટ્રપતિ નિવાસસ્થાને નૃત્ય પ્રદર્શન કરવા માટે બોલાવ્યો હતો, જેના માટે તેણે અભિનેત્રીને 10 કરોડ રૂપિયા આપ્યા હતા.
એક જુનો વીડિયો સામે આવ્યો છે, જેમાં પાકિસ્તાની રાજકીય વિશ્લેષક ડો.શાહિદ મસૂદ આ વિશે વાત કરતા જોવા મળે છે. તેમણે નામ લીધા વિના કહ્યું કે, પાકિસ્તાનના કેટલાક પ્રખ્યાત લોકોએ ભારતની પ્રખ્યાત અભિનેત્રીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં નૃત્ય પ્રદર્શન કરવા આમંત્રણ આપ્યું હતું.
શાહિદ મસૂદ તે દરમિયાન જીએનએન પર એક ટોક શો હોસ્ટ કરતો હતો. તેણે ત્યાં જ તેના વિશે વાત કરી. જોકે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં ઐશ્વર્યાના અભિનયનો કોઈ વીડિયો અને સાક્ષી હજી બહાર આવ્યો નથી. એક અહેવાલ મુજબ, આ એક જ રાતમાં બન્યું. માત્ર ભારત જ નહીં, પાકિસ્તાનને પણ આ વિશે સમાચાર મળ્યા નહોતા. પરંતુ ઝરદારી સાથે સંકળાયેલા સૂત્રોએ શાહિદ મસૂદને આ સમાચાર પહોંચાડ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે, એક જ રાતમાં બધું ગોઠવાઈ ગયું હતું. માત્ર ભારત જ નહીં, પાકિસ્તાનને પણ આ વિશે ખબર નહોતી પડી. પરંતુ ઝરદારી સાથે જોડાયેલા સૂત્રોએ આ સમાચાર શાહિદ મસૂદને પહોંચાડ્યા હતા અને તેણે ધમાકો કરી નાંખ્યો હતો. આ ઘટના વિશે વાત ભારતમાં પણ થવા લાગી, જેનાથી ઐશ્વર્યા રાય ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. કારણ કે હજુ આ વિશે કોઈ માહિતી બહાર નથી આવી, સાચી છે કે ખોટી એ પણ કંઈ જ તારણ નથી આવ્યું અને પુષ્ટિ નથી થઈ.
જોકે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં ઐશ્વર્યાના અભિનયનો કોઈ વીડિયો અને સાક્ષી હજી બહાર આવ્યા નથી. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચા કરવામાં આવી રહી છે. કેટલાક લોકો એશ્વર્યાની ટિકા કરી રહ્યા છે તો કેટલાક લોકો એશ્વર્યાનો સપોર્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ બે ભાગમાં વહેંચાય જતા જોવા મળી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle