હાઈકોર્ટની સુનાવણી વખતે જ વકીલ થુંકતો જોવા મળ્યો, જજે એવી સજા ફટકારી કે… 

કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આ મહામારીને અટકાવવા માટે મુખ્ય 2 બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી બન્યું છે. પ્રથમ તો મોં પર ફરજીયાત…

કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આ મહામારીને અટકાવવા માટે મુખ્ય 2 બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી બન્યું છે. પ્રથમ તો મોં પર ફરજીયાત માસ્ક પહેરવું તેમજ બીજું તો એ કે બે વ્યક્તિઓ વચ્ચેનું સામાજિક અંતર જાળવી રાખવું. આ મહામારીની અસર તમામ ક્ષેત્રો પર હાલમાં જોવા મળી રહી છે.

આ મહામારીને કારણે ઓનલાઈન દ્વારા શિક્ષણની સાથે જ અન્ય અગત્યનાં કામકાજ પણ ઓનલાઈન જથઈ રહ્યું છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં કોરોના કાળમાં ગમે ત્યાં થૂંકવા પર પણ રાજ્યમાં પ્રતિબંધ રહેલો છે તેમજ જાહેરમાં થૂંકવા બદલ કુલ 500 રૂપિયાના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

એમ છતાં આજે પણ ઘણાં લોકો જાહેરમાં થૂંકતાં જોવા મળતાં હોય છે તથા ક્યારે તેમજ કેવી જગ્યાએ થૂંકવું જોઈએ એનું ભાન કેટલાંક લોકોમાં હોતું નથી. પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, હાઈકોર્ટની સુનાવણી વખતે વકીલ થૂંક્યો હોય તેમજ જજે એને સજા ફટકારી હોય. આવો જ એક રસપ્રદ કિસ્સો સામે આવી રહ્યો છે.

કોરોના મહામારીને લીધે હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં ઓનલાઈન સુનાવણી ચાલતી હોય છે. આવા સમયે ભાવનગરમાં આવેલ જેસર પોલીસ મથકના એક કેસમાં જામીન અંગે ઓનલાઈન સુનાવણી ચાલી રહી હતી પરંતુ એવામાં સુનાવણી વખતે વકીલ થૂંક્યો હતો અને આ દ્રશ્યો જજ સાહેબે જોઈ લીધા હતાં. ત્યારપછી તો શું વકીલના આવાં કૃત્યથી જજ નારાજ થઈ ગયા અને તેઓએ વકીલને કુલ 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આટલું જ નહીં પરંતુ થૂંકવાની ઘટનાથી નારાજ જજે કેસની સુનાવણી કરવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. જયાં સુધી દંડની રકમ રજિસ્ટ્રીમાં જમા ન કરાવે ત્યાં સુધી અન્ય મુદતમાં પણ સુનાવણી સાંભળવામાં નહીં આવે એવી ટકોર કરવામાં આવી છે. આ મામલાની આગળની સુનાવણી 7 ઓકટોબેરનાં રોજ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *