પાકિસ્તાનની વિશેષ અદાલતે આઠ વર્ષસુધી રાષ્ટ્રપતિ રહી ચૂકેલા પરવેઝ મુશર્રફને દેશદ્રોહના મામલે ફાંસીની સજા સંભળાવી છે. 3 નવેમ્બર 2007ના રોજ ઈમરજન્સી લાગુ કરવા બદલ પૂર્વ રાષ્ટ્રપતિ પર ડિસેમ્બર 2013માં રાજદ્રોહનો કેસ દાખલ થયો હતો. મુશર્રફને 31 માર્ચ 2014ના રોજ દોષિત જાહેર કરવામાં આવ્યાં હતાં અને અભિયોજન પક્ષે તે જ વર્ષ સપ્ટેમ્બરમાં વિશેષ અદાલત સમક્ષ પુરાવા પણ રજુ કર્યા હતાં. મુશર્રફે માર્ચ 2016માં પાકિસ્તાન છોડી દીધુ હતું અને હાલ તેઓ દુબઈમાં રહે છે.
પાકિસ્તાનની વિશેષ કોર્ટે પૂર્વ સૈન્ય શાસક અને રાષ્ટ્રપતિ રહી ચૂકેલાં પરવેઝ મુશરર્ફને દેશદ્રોહનાં કેસમાં ફાંસીની સજા સંભળાવી છે. પાકિસ્તાનની વિશેષ કોર્ટે પૂર્વ સૈન્ય શાસકને દોષી કરાર કરતાં મોતની સજા સંભળાવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ સામે પેશાવર હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વકાર અહમદ સેઠના નેતૃત્વવાળી વિશેષ કોર્ટની ત્રણ સભ્યોની પીઠે આ સજા સંભળાવી હતી.
A special court hands death penalty to former Pakistani military dictator Pervez Musharraf in high treason case: Pakistan Media (file pic) pic.twitter.com/8V3j7uAyZI
— ANI (@ANI) December 17, 2019
શું છે દેશદ્રોહનો કેસ?
મુશરર્ફ પર 3 નવેમ્બર 2007ના રોજ ઈમરજન્સી લગાવવા મામલે દેશદ્રોહનો મામલો ચાલી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ મુસ્લિમ લીગ નવાઝ સરકારે આ મામલો દાખલ કરાયો હતો અને 2013થી તે પેન્ડિંગ ચાલી રહ્યો હતો. ડિસેમ્બર 2013માં તેઓની સામે દેશદ્રોહનો મામલો નોંધાયો હતો. જે બાદ 31 માર્ચ 2014ના રોજ મુશરર્ફને આરોપી ઠેરવવામાં આવ્યા હતા. અને તે જ વર્ષે સપ્ટેમ્બરમાં અભિયોજનના તમામ સાક્ષ્ય વિશેષ કોર્ટની સામે રાખવામાં આવ્યા હતા. અપીલ મંચો પર અરજીઓને કારણે પૂર્વ સૈન્ય શાસકનાં કેસમાં મોડું થયું અને તે શીર્ષ કોર્ટ અને ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ માર્ચ 2016માં પાકિસ્તાનથી બહાર જતા રહ્યા હતા.
મુશરર્ફન દુલર્ભ પ્રકારની બીમારી છે
ગત અઠવાડિયે વિશેષ કોર્ટ 76 વર્ષીય મુશરર્ફને દેશદ્વોહ મામલે પાંચ ડિસેમ્બરે નિવેદન રેકોર્ડ કરવા માટે કહ્યું હતું. જે બાદ દુબઈમાં રહેતાં મુશરર્ફે સમર્થકો માટે સંદેશ જાહેર કરતાં કહ્યું હતું કે, તે ખુબ જ બીમાર છે અને દેશ આવીને નિવેદન આપી શકતો નથી. પાકિસ્તાની મીડિયાની ખબરોમાં જણાવવામાં આવ્યું છઠે કે, મુશરર્ફ એક દુલર્ભ પ્રકારની બીમારી અમિલાઈડોસિસથી પીડિત છે. આ બીમારીને કારણે બચેલું પ્રોટીન શરીરનાં અંગોમાં જમા થવા લાગે છે.
પરવેઝ મુશરર્ફ વર્ષ 2001થી 2008 સુધી પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ રહ્યા હતા. વર્ષ 2008માં તે જેશ છોડીને જતા રહ્યા હતા. જે બાદ તે માર્ચ 2013માં પાકિસ્તાન પરત ફર્યા હતા.
પરવેઝે લાહોર હાઈકોર્ટમાં કાર્યવાહી અટકાવવાની અપીલ કરી હતી
આ પહેલા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે લાહોર હાઈકોર્ટમાં અરજી કરીને ઈસ્લામાબાદની વિશેષ કોર્ટ સમક્ષ કેસની કાર્યવાહી અટકાવવા અંગેની અપીલ કરી હતી. તેમના વિરુદ્ધ દેશદ્રોહનો કેસ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.