કોરોનાકાળ (Coronal period)ના સમયગાળા દરમિયાન દરેકનું તંત્ર ખોરવાઈ ગયું હતું. એવામાં વિધ્યાર્થી (Student)ઓને પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ઓનલાઈન પદ્ધતિથી શિક્ષણ(Online education) ચાલુ હતું તેમજ પરીક્ષા પણ ઓનલઈને પદ્ધતિથી લેવામાં આવતી હતી. પરતું હાલ કોરોનાની સ્થિતિમાં સુધારો હોવાને કારણે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ હવે ઓફલાઇન પરીક્ષા (Offline exam)ઓ આપવા જઇ રહ્યા છે. એવામાં ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા (Board Examination of Std-10 and 12)ઓ પણ શરૂ થઈ ગઈ છે. કોરોના મહામારીના લીધે વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે તેમની શારીરિક અને માનસિક તંદુરસ્તી ઉપર પણ અસર થઇ છે તેથી વાલીઓએ પણ ધ્યાન રાખવું પડશે.
વિદ્યાર્થીઓ સારી રીતે વાંચન કરી શકે તેમજ પ્રશ્નોના જવાબ સરખી રીતે લખી શકે આ માટે નીચે અમુક ઉપાયો આપવામાં આવ્યા છે જે વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ અને ડર દૂર કરવામાં મદદરૂપ બની શકે છે.
1. શ્વાસોશ્વાસની કસરત : આ કસરતમાં આરામથી બેસો અથવા આસન ઉપર સૂઈ જાઓ. ત્યારબાદ નાકમાંથી શ્વાસ લો અને 5 કાઉન્ટ સુધી પેટને ફુલાવો, ત્રણ કાઉન્ટ સુધી તેને રોકી રાખો, હવે શક્ય હોય તેટલો ધીમે ધીમે મોંમાંથી શ્વાસ છોડો. આ કસરત 3 થી 5 મિનીટ સુધી કરવાથી એકાગ્રતામાં વધારો થાય છે. જેથી વાંચન ખુબ જ સારી રીતે થઈ શકે છે.
2. ચાલવુ : આ સિવાય વહેલી સવારે કુદરતી વાતાવરણમાં ચાલવું પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. ઓછામાં ઓછું 21 મિનીટ વહેલી સવારે ધીમી ગતિએ ચાલવાથી અને તાજી હવામાં આરામથી શ્વાસ લેવાથી મગજ તેજ બને છે એટલે કે યાદશક્તિમાં વધરો થાય છે. જેથી કોઇપણ વસ્તુ શીખવી સરળ બની જાય છે.
3. મેડિટેશન/ધ્યાન : રાત્રે ઉંઘતા પહેલા કોઇનું માર્ગદર્શન સાંભળવું જોઈએ. જેથી સુઇએ ત્યારે તેની સીધી અસર મન પર થાય છે. જેના કારણે વાચવાનું મન થાય છે અને જુસ્સો જાગે છે. રાત્રે સુતા પહેલા 20 મિનીટ અથવા તેનાથી વધારે માર્ગદર્શન સાંભળવું જોઈએ.
4. વાતચીત કરો અને શેર કરો : નિષ્ણાંતોના માટે, મૂંઝવણોને દૂર કરવાની શ્રેષ્ઠ રીતો પૈકીની આ એક છે. વાતચીત કરવાથી શારીરિક તંદુરસ્તી સારી રહે છે. ક્યારેય પણ મૂંઝવણ હોય તો તેને વાતચીત દ્વારા અથવા તો શેર કરવાથી આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.
5. દૈનિક કાર્યક્રમ : દરરોજના અભ્યાસ માટે યોજના બનાવો. તેમાં દરેક કલાકની કામગીરી જેવી કે ઉંઘવાનો સમય, જાગવાનો સમય, ભોજન, વ્યાયામ, મનોરંજનનો સમય, અભ્યાસનો સમય (પ્રકરણના નામ અથવા વિષયો સાથે) અને થોડાક ખાલી સમયનો સમાવેશ થવો જોઈએ.
કોરોનાને કારણે કેટલાય ધંધા-ઉદ્યોગ બંધ થયા હતા અને કેટલાક વ્યવસાયો ઘરેથી શરૂ થયા હતા. શાળાઓ બંધ હતી, અને કેટલીક હજી પણ બંધ છે. આની વિદ્યાર્થીઓના મન પર એક અલગ પ્રકારની અસર થઇ છે. ભણતર ચાલુ હોવા છતાં વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા ન હતા. ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરવામા આવ્યા હતા અને ભણવાની શક્તિ ઓફલાઇન જેટલી મજબૂત ન હતી. અને હવે બે વર્ષ બાદ ઘણા લોકો માટે પરીક્ષાઓ ઓફલાઈન યોજવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.