કાયદામાં નવી જોગવાઇઓથી હવસખોરો થરથર કાંપશે: દુષ્કર્મ કેસમાં 10 દિવસમાં થશે ફાંસી! જાણો વિગતે

Mamata Banerjee: કોલકાતા, પશ્ચિમ બંગાળમાં બળાત્કાર કેસ પીડિતાને ન્યાય મેળવવા માટે લાંબા સમયથી વિરોધ કરી રહેલા જુનિયર ડોકટરોના પ્રયત્નોને આખરે ફળ મળ્યું. વિરોધ પ્રદર્શનના દબાણની અસર એવી છે કે હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની સરકાર વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ લાવી છે. કાયદા પ્રધાન મોલોય ઘટક દ્વારા વિધાનસભામાં(Mamata Banerjee) આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. તેને અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ (વેસ્ટ બંગાળ ક્રિમિનલ લો એન્ડ એમેન્ડમેન્ટ)-2024 નામ આપવામાં આવ્યું છે.

દોષિતને 10 દિવસની અંદર ફાંસીની સજા આપવાની જોગવાઈ
મમતા સરકારે રજૂ કરેલા બિલમાં બળાત્કારના દોષિતને 10 દિવસની અંદર ફાંસીની સજા આપવાની જોગવાઈ છે. આ કેસની તપાસ 36 દિવસમાં પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલ પાસ કરવા માટે 2 સપ્ટેમ્બરથી બે દિવસનું વિશેષ વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું છે.

માનવામાં આવે છે કે આ બિલ આજે જ વિધાનસભામાં પસાર થઈ શકે છે. ભાજપે એસેમ્બલી સ્પીકર બિમન બેનર્જીને કોલકાતા બળાત્કાર કેસ પીડિતા માટે શોક સંદેશ પસાર કરવા કહ્યું હતું, જે બંગાળ વિધાનસભાના અધ્યક્ષે સ્વીકાર્યું ન હતું. આ ઘટનાને લઈને વિધાનસભા અધ્યક્ષ અને એલઓપી સુવેન્દુ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

બિલમાં શું છે જોગવાઈ
અપરાજિતા મહિલા અને ચિલ્ડ્રન બિલ 2024નો ઉદ્દેશ્ય મહિલાઓ અને બાળકોને સુરક્ષા પ્રદાન કરવાનો છે.
બળાત્કારના કેસની તપાસ 21 દિવસમાં પૂર્ણ કરવાની જોગવાઈ છે, જેને વધારીને 15 દિવસ કરવામાં આવી છે.
જો બળાત્કાર પીડિતા મૃત્યુ પામે છે અથવા કોમામાં જાય છે, તો ગુનેગારને મૃત્યુદંડ આપવામાં આવશે.
દરેક જિલ્લામાં ‘અપરાજિતા ટાસ્ક ફોર્સ’ની રચના કરવામાં આવશે, તેનું નેતૃત્વ DSP સ્તરના અધિકારી કરશે.
બળાત્કાર અને ગેંગરેપના દોષિતોને પેરોલ વિના આજીવન કેદની સજા આપવામાં આવશે.

ભાજપે આપ્યું સમર્થમન
મમતા સરકારના આ બિલને વિરોધ પક્ષ ભાજપે પણ સમર્થન આપ્યું છે. વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ભાજપ અપરાજિતા બિલનું સંપૂર્ણ સમર્થન કરે છે. અમે ઇચ્છીએ છીએ કે આ કાયદો જલદીથી લાગુ કરવામાં આવે. આ તમારી (મમતાબેનર્જીની સરકારની) જવાબદારી છે.ભાજપે કહ્યું કે, અમે રાજ્યમાં આ કાયદાના અમલ પછી તેનું પરિણામ ઈચ્છીએ છીએ અને તે સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. અમે તમને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે, તમારે બાંહેધરી આપવી પડશે કે આ બિલ તરત જ લાગુ કરવામાં આવશે.