Ahemdabad Love Jihad Case: રાજ્યમાં લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસ સામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો.અમદાવાદ રેલ્વે પોલીસે હાલમાં થોડા સમય પહેલા ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ (Ahemdabad Love Jihad Case) કરી હતી. આરોપીએ પોતાની ઓળખ હર્ષિત ચૌધરી તારીકને આપી હતી, પરંતુ પોલીસે જયારે તપાસ આદરી ત્યારે આરોપીનું નામ ખોટું હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહિ આરોપીએ પોતની ઓળખ સાથે પોતાના કામની પણ ઓળખ ખોટી આપી હતી.
ખરેખર આરોપીનું સાચું નામ હર્ષિત ચૌધરી નહિ, પરંતુ શહેબાજ ખાન હતું. વધુ તપાસ કરતા પોલીસ સામે આવ્યું હતું કે આરોપી હિંદુ નહિ પણ મુસ્લિમ છે, અને આરોપીએ પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ તરીકેની ઓળખ આપીને આર્મી અધિકારીના પરિવારની યુવતી સહિત 14 હિન્દુ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. એટલું જ નહિ આ આરોપીએ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધીને આરોપીએ પૈસા પણ પડાવ્યા હતાં. માહિતી અનુસાર આરોપી અગાઉ આર્મીમાં નોકરી કરતો હતો, જ્યાંથી તેને મેડિકલ ગ્રાઉન્ડ પર કાઢી મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં આરોપી યુવતીઓને પોતે મેજર હોવાની ઓળખ આપી ફસાવતોહતો.
ચોરીના ગુનામાં પકડતા લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે
મળતી વિગતો અનુસાર 31 ઓગસ્ટે વંદે ભારત ટ્રેનમાંથી એક મુસાફરની બેગ ચોરી થઈ હતી. આ બેગમાં લેપટોપ અને સોનાની વીંટી સહિતનો સામાન હતો. અને ચોરીનો ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ રેલવે પોલીસે 7 સપ્ટેમ્બરે આ ગુનાનો ભેદ ઉકેલીને ચોરીના આરોપી હર્ષિત ચૌધરીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતે રાજસ્થાનના ભરતપુરના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે હર્ષિત ચૌધરીના નામથી આરોપીની ધરપકડ કરીને તેના વિરુદ્ધમાં તમામ કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં કાર્યવાહી કરી કાગળો પણ તૈયાર કરી દેવામાં આવ્યા હતા. પંરતુ આરોપીના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો હતો.
હિન્દુ તરીકે ઓળખ આપી પોલીસને અંધારામાં રાખી
રિમાન્ડ દરમિયાન આરોપીનું સાચું નામ હર્ષિત ચૌધરી નહીં, પરંતુ મોહમ્મદ શેહબાઝ ખાન હોવાનું સામે આવ્યું હતું. આરોપી રાજસ્થાન નહિ પણ ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીએ પોતાનું હર્ષિત ચૌધરી નામનું ખોટું આધારકાર્ડ બનાવી પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું. જેથી પોલીસે આ અંગે વધુ એક ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી shaadi.com વેબસાઈટ મારફતે તથા અલગ-અલગ ડેટિંગ એપ મારફતે પોતાની હર્ષિત ચૌધરી તરીકેની ઓળખ આપી હતી. અને પોતે મુસ્લિમ હોવા છતાં હિંદુ તરીકેને ઓળખ આપી, તેમજ આર્મીમાંથી કાઢી મુક્યો હોવા છતાં આર્મીમાં મેજર હોવાનું જણાવી ઘણી યુવતીઓનો સંપર્ક કરતો હતો.
14 હિન્દુ યુવતીને ફસાવી
આરોપીએ ઘણા રાજ્યમાં જઈએ યુવતીઓને ફસાવી હોવાનું પણ કબુલ કર્યું છે. આરોપીએ જમ્મુ-કાશ્મીર, સીલીગુડી, ગુજરાત, મુંબઈ, દિલ્હી, અલીગઢ સહિત દેશમાં અલગ-અલગ જગ્યાએ 14 હિન્દુ યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. આરોપીએ તમામ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા.વધુમાં જાણવા મળ્યું છે કે આરોપીની ઉંમર 30 વર્ષની છે. અને આરોપીના 2016માં અલીગઢમાં એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન પણ થઇ ચૂક્યા છે, જેમાં બે બાળકો પણ છે. આરોપીના ભાઈ એરફોર્સમાં અધિકારી છે, જ્યારે પિતા નિવૃત્ત આર્મી અધિકારી છે.
વધુમાં જાણવા મળ્યું છે કે આરોપીએ પોતાની અસલ ઓળખ છુપાવવા રાજસ્થાનના ભરતપુરના હર્ષિત ચૌધરી તરીકેની ઓળખ આપી હતી. એટલું જ નહિ આરોપીએ હર્ષિત ચૌધરીના નામથી બનાવટી આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ બનાવ્યા હતા. જેના આધારે બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવીને તેમાં અલગ-અલગ ટ્રાન્જેક્શન કર્યા હતા. આરોપીના ખાતામાંથી 50 લાખના ટ્રાન્જેક્શન થયા હોવાની પણ વિગત સામે આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ એક યુવતીને પોતાની બહેન બનાવી હતી જેથી કે આરોપી કોઈ યુવતીને ફસાવે ત્યારે યુવતીને વિશ્વાસ અપાવવા તેને સાથે લઇ જતો હતો. સાથે જ જાણવા મળ્યું છે કે આરોપી વિરુદ્ધમાં અલીગઢમાં પણ એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. આરોપી અંગે બેંકને, આર્મી, જ્યાં જ્યાં ટ્રાવેલ કર્યું તે ઓથોરિટીને ખોટા ડોક્યુમેન્ટ્ અંગે જાણ કરાશે, જેથી કોઈ ફરિયાદ નોંધાવવા માંગે તો તેમની પણ ફરિયાદ લેવામાં આવશે. આ ઉપરાંત 14 હિન્દુ યુવતીઓ સહિત અન્ય યુવતીઓને પણ આરોપીએ ફસાવી હોવાની શક્યતા છે, જેથી તે મામલે પણ તપાસ હાથ ધરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App