વીજળી સબસ્ટેશનમાં થયો ધડાકાભેર વિસ્ફોટ, આખેઆખી બિલ્ડીંગ… – દ્રશ્યો જોઇને ફફડી ઉઠ્યા લોકો

આગ (fire)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે.  મળતી માહિતી અનુસાર, ભોપાલ (Bhopal)ના એક વીજળી સબસ્ટેશન (Electricity substation)માં લાગેલા મીટરિંગ ઈન્સ્ટ્રુમેન્ટ (Metering instrument)માં ધડાકાભેર વિસ્ફોટ(explosion) થયો હતો. આ દરમિયાન મશીનમાં બ્લાસ્ટ થતાની સાથે જ આગ પણ ફાટી નીકળી. આ દુર્ઘટનામાં મશીનમાંથી નિકળેલા ગરમ તેલને કારણે જુનિયર એન્જીનિયર(engineer) ગંભીર રીતે દાઝ્યા હતા. તેમજ તેમનો આખો ચહેરો અને છાતી આગમાં બળી ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે જ ઉભા હતા જુનિયર એન્જિનિયર, અન્ય કર્મચારીઓનો બચાવ:
મળતી માહિતી અનુસાર, જ્યારે જુનિયર એન્જીનિયર અને અન્ય કર્મચારીઓ મીટરિંગ ઈન્સ્ટ્રુમેન્ટમાં કામ કરી રહ્યા હતા, તે સમયે આ દુર્ધટના સર્જાઈ હતી. અચાનક જ બ્લાસ્ટ થવાને કારણે મશીનની અંદર ભરેલું ગરમ તેલ નીચે ઉભેલા એન્જીનિયર પર પડતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારબાદ ગંભીર રીતે દાઝેલા એન્જીનિયરોને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મદદની કરાઈ માંગ:
નોંધનીય છે કે, આ ઘટના સમયે અન્ય કર્મચારીઓ પણ હાજર હતા, પરંતુ તેઓ દૂર હોવાને કારણે તેઓ નજીવા દાઝ્યા હતા. દાઝી ગયેલા જેઈ માટે સોશિયલ મીડિયામાં લોકો મદદની માંગ કરી રહ્યા છે. આ માટે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને ટ્વિટ કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *