આગનો ગોળો બન્યો ફોન – આ વાતનું ધ્યાન રાખજો નહિતર મોતનું કારણ બની શકે છે મોબાઈલ, જુઓ વિડીયો

મોબાઈલ (Mobile)માં અવાર નવાર બેટરી (Battery)માં વિસ્ફોટ(explosion) થવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટનામાં જબલપુર (Jabalpur)માં એક દુકાનમાં…

મોબાઈલ (Mobile)માં અવાર નવાર બેટરી (Battery)માં વિસ્ફોટ(explosion) થવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટનામાં જબલપુર (Jabalpur)માં એક દુકાનમાં મોબાઈલની બેટરીમાં વિસ્ફોટ થયો હતો. જોરદાર ધડાકા સાથે આગ(fire) લાગતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જાણવા મળ્યું છે કે, જયંતિ મોબાઈલ કોમ્પ્લેક્ષ (Jayanthi Mobile Complex)માં સ્થિત અંજુ મોબાઈલ રિપેરિંગ શોપમાં ગુરુવારે આ અકસ્માત સર્જાયો હતો. હાલ તેનો વીડિયો(Video) પણ સામે આવ્યો છે.

આ અંગે દુકાન સંચાલક આશુ જૈને જણાવ્યું કે, એક યુવક મોબાઈલ લઈને આવ્યો હતો. તે સમયે હું દુકાન પર ન હતો. જ્યારે કર્મચારીએ મોબાઈલ ખોલ્યો, કે તરત જ તેની બેટરી ફાટી ગઈ હતી અને તેને નુકસાન થયું હતું. બેટરી હટાવતી વખતે અચાનક વિસ્ફોટ થયો અને તેમાંથી આગ ફાટી નીકળી હતી. સંભવત: મોબાઈલ લાવા કંપનીનો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTVમાં કેદ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઓવરચાર્જિંગથી આવી સ્થિતિ સર્જાઈ હતી:
શું તમે જાણો છો કે, બેટરીમાં વિસ્ફોટ થવાનું કારણ શું હોય છે? તો ચાલો જાણીએ…આ અંગે દુકાન સંચાલકે જણાવ્યું હતું કે, તેણે અત્યાર સુધીમાં હજારો મોબાઈલ રિપેર કર્યા છે. આવી ઘટના ત્યારે થાય છે જ્યારે બેટરી લાંબા સમય સુધી ચાર્જ થાય છે. મોબાઈલ ક્યારેય વધુ ચાર્જ ન કરવો જોઈએ. જેમ તમને લાગે કે બેટરી ખરાબ થઈ રહી છે, તરત જ તેને બદલો. જો સમયસર મોબાઈલનું ધ્યાન ન રાખવામાં આવે તો એવું પણ બની શકે છે કે ચાર્જ કરતી વખતે કે ખિસ્સામાં મોબાઈલ ફાટશે. તેથી આ અંગે દરેકે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આ કારણોસર બેટરી વિસ્ફોટ થાય છે:
મળતી માહિતી અનુસાર, બેટરી ફાટવાનું સૌથી મોટું કારણ  મોબાઈલની બેટરીને વધુ ચાર્જ કરવી છે. જ્યારે બેટરી ઓવરચાર્જ થાય છે, ત્યારે લિથિયમ આયનો કેથોડથી એનોડ તરફ જાય છે. છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ કંપનીઓ તેમના સ્માર્ટ ફોન માટે ફાસ્ટ ચાર્જર આપી રહી છે. આમાં ઓછા સમયમાં બેટરીમાં વધુ ઉર્જાનો સંગ્રહ થાય છે. જ્યાં સુધી તમે તે જ કંપનીના મોબાઈલને તે ચાર્જરથી ચાર્જ કરો છો, ત્યાં સુધી સમસ્યા નહિવત છે. પરંતુ જો તમે તે ચાર્જરથી બીજા મોબાઈલને ચાર્જ કરો છો (જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતું નથી), તો મોબાઈલ ફાટવાની શક્યતા વધી જાય છે.

ત્યારે આ અંગે કેટલીક મોબાઈલ કંપનીઓએ પણ પોતાના મંતવ્યો આપ્યા છે. તેઓનું કહેવું છે કે, ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરતા યુઝરને કોઈ સમસ્યા નથી. પરંતુ એવું નથી. જ્યારે ચાર્જિંગ સમયે મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે મોબાઈલ અને તેની બેટરી બંને ગરમ થઈ જાય છે. બંને એકસાથે થવાને કારણે આ ગરમી બ્લાસ્ટમાં ફેરવાઈ જાય છે. તેથી બને ત્યાં સુધી મોબાઈલનો ચાર્જિંગ દરમિયાન ઉપયોગ કરવો જોઈએ નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *