હાલમાં ચાલી રહેલો કોરોનાના કહેર વચ્ચે પણ એક મામલો બહાર આવ્યો છે કે તમે જાણીને ચોંકી જાશો.હા, અમદાવાદમાં કોરોના હોવા છતાં લોકો કરે છે દેહવેપારનો ધંધો. જાણો ક્યાં રાજય સાથે ડીલ છે આ અમદાવાદની. કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં દેહવેપારનો પર્દાફાશ થયો છે.
અમદાવાદમાં જુદી-જુદી જગ્યાએ દેહવેપાર માટે યુવતીઓને મોકલવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ આ યુવતીઓને હૈદરાબાદથી લાવી શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં મોકલવામાં આવતી હતી. યુવતી પાસે દેહવેપાર કરાવતા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
આ કાર્યવાહી હેઠળ વટવા જીઆઇડીસી પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. જો કે, હાલ પણ દેહવેપાર કરાવનાર મુખ્ય આરોપી મહિલા ફરાર છે. વટવા જીઆઇડીસી પોલીસે જે બે લોકોની ધરપકડ કરી છે તેમની સાથે હાલ પુરપરછ કરી રહી છે અને મુખ્ય મહિલા આરોપીને પકડવા શિકંજો કસી રહી છે.
આ પહેલા પણ અમદાવાદમાં દેહવ્યાપારનો પર્દાફાશ થયો હતો. અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાંથી એક હાઈપ્રોફાઈલ સેક્સરેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શહેરના શ્યામલ વિસ્તારમાં આવેલા શ્યામલ રો-હાઉસ, વિભાગ નંબર 2માં એક મોટા સેક્સરેકેટનો પર્દાફાશ થયો છે. આ સેક્સરેકેટમાં ઉઝબેકિસ્તાથી સુંદર રૂપલલનાઓને બોલાવીને દેહવેપાર કરાવવામાં આવતો હતો. આ તમામ ઘટનાની માહિતી પ્રાપ્ત થતા મહિલા ક્રાઈમે રેડ પાડી હતી. જેમાં બે વર્ષથી સેક્સરેકેટ ચલાવનાર સંચાલક મહિલા, તેનો પતિ સહિત 3 ની ધરપકડ કરી લેવામાં આવી હતી, સાથે-સાથે 1 દલાલ વોન્ટેડ હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસે અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, શ્યામલ રો-હાઇસના એક મકાનમાં છેલ્લા બે વર્ષથી 15 હજારના ભાડે એક મકાન ભાડે રાખવામાં આવ્યું હતું અને તેમાં આ પરાક્રમ ચાલતો હતો. ત્યાં આવતા ગ્રાહકો પાસેથી મોટી માત્રામાં વસૂલાત કરાતી હોવાનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. આ તમામ ઘટના અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના શ્યામલ વિસ્તારમાં શ્યામલ રો-હાઉસ વિભાગ-2માં એક મોટું સેક્સ રેકેટ ચાલતું હોવાની જાણકારી મહિલા ક્રાઈમ ટીમને મળી હતી. ત્યારે મહિલા ક્રાઈમની ટીમ જાગૃત બનીને મળેલી માહિતીના આધારે રેડ કરવા પહોંચી હતી. મહિલા ટીમે તેના માટે એક પોતાનો ગ્રાહક બનાવીને ત્યાં મોકલ્યો હતો અને ત્યારબાદ મકાન નંબર 40માં રેડ પાડતા ઘરમાંથી અનેક યુવતીઓ મળી આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.