સુરતમાં વ્યાજખોરોનો આતંક- 11.25 લાખ ન આપે તો ઘરે કોલગર્લ મૂકી જવાની હીરા વેપારીને આપી ધમકી

Terror of usurers in Surat: રાજ્યના ગૃહમંત્રીના આદેશ બાદ વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં વ્યાજખોરોને જાણે કાયદાનો કોઈ ખૌફ ન હોય તે રીતે સીંગણપોર વિસ્તારમાં હીરાના વેપારીના ઘરમાં ઘુસીને 3 વ્યાજખોરોએ રૂપિયા ન આપે તો ઘરમાં કોલગર્લ મૂકી જવાની ધમકી આપી હતી.(Terror of usurers in Surat) સાથે જ ઘરમાં તોડફોડ કરી હતી.

આરોપી અરવિંદ વિઠ્ઠાણી

સિંગણપોર(Terror of usurers in Surat) વિસ્તારની અક્ષરદીપ સોસાયટીમાં રહેતા નિલેશભાઈ માણીયાએ કહ્યું કે, ગત 26મી નવેમ્બરના રાત્રે 2.30 વાગ્યે મારા ઘરે જતીન વિઠ્ઠાણી, નિમેશ રબારી અને અરવિંદ વિઠ્ઠાણી આવ્યાં હતાં. જેમાંથી બે નશાની હાલતમાં હતાં. અત્યારે જ રૂપિયા જોઈએ છે તેવી માગ કરવા લાગ્યા હતાં. લઈને જ રૂપિયા જવા છે તેવી માગ કરતાં હતાં. અમને ખૂબ ડરાવ્યા ધમકાવીને કાચની તોડફોડ કરી હતી. સાથે જ મારામારી પણ કરી હતી.

આરોપી જતીન વિઠ્ઠાણી

આરોપી નીલેશ રબારી

વ્યાજના 11.25 લાખ નહિ આપે તો ઘરે કોલગર્લ મૂકી જવાની હીરા વેપારીને ધમકી આપી હતી. વૃદ્ધાને કાનની બુટ્ટી કાઢી કે કિડની વેચી નાણાં આપવા કહ્યું હતું. 10 લાખની મુદ્દલ સામે વ્યાજની ઉઘરાણી કરી મધરાત્રે દરવાજાના કાચ તોડી આતંક મચાવ્યો હતો. આતંક મચાવનારા વ્યાજકંવાદી નિલેષ દેસાઇની ઘરપકડ બાદ આશ્ચર્યજનક રીતે તરત જ છુટકારો થયો હતો. જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે. સિંગણપોર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *