સુરતમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો, સગા દિયરે ભાભીનો બીભત્સ વીડિયો ઉતારીને કર્યો વાયરલ

surat pandesara brother in law bhabhi video viral: દિયર અને ભાભીના સબંધને એક પવિત્ર માં દીકરાના સબંધ સાથે સરખાવવામાં આવે છે. ત્યારે આજે સુરતમાં(surat pandesara brother in law bhabhi video viral) ભાભી અને દિયરના સબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સગા દિયરે પોતાની ભાભીનો બીભત્સ વિડીયો બનાવી તેણીના ભાઈની મદદથી સોસીયલ મીડિયા પર વાયરલ કર્યો હતો જે ઘટના બાદ પોલીસે હેવાન દિયરની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે.જ્યારે અન્ય એકની પણ શોધખોળ હાથ ધરી છે.

આ ઘટના અંગે જો વિગતવાર વાત કરીએ તો સગા દિયરે પોતાની ભાભીને બ્લેકમેલ કરવા ન્યૂડ ફોટોસ અને વીડિયો બનાવી વાયરલ કરતા પાંડેસરા પોલીસે હેવાન દિયરની ધરપકડ કરી છે. સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરના જણાવ્યા અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશની વતની અને પાંડેસરા વિસ્તારમાં રહેતી મહિલા પોતાના પતિ સાથે પાંડેસરા પોલીસ મથકે પહોંચી હતી.જે મહિલાએ પોતાના દિયર અને ભાઈ વિરુદ્ધ પોતાના ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

મહિલાના જણાવ્યા અનુસાર, દિયર તેણીની સાથે મોબાઈલ પર અગાઉ વાત કરતો હતો. તે સમયે મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું.જે બાદ ન્યૂડ ફોટા અને વીડિયો બનાવી તેણીને બ્લેકમેલ કરવામાં આવી હતી. જે બાદ દિયર દ્વારા ન્યૂડ ફોટા અને વીડિયો તેણીના ભાઈને મોકલી આપવામાં આવ્યો હતો.જે વિડીયો અને ફોટા ભાઈ દ્વારા પણ વાયરલ કરવામાં આવ્યા હતા.

મહિલાની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે તાત્કાલિક આ મામલે ગુનો નોંધી હેવાન દિયરની ધરપકડ કરી હતી. જ્યારે મહિલાના ભાઈની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.પાંડેસરા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ભાઈ અને દિયર વચ્ચે રહેલા પવિત્ર સંબંધને શર્મશાર કર્યા છે.જ્યાં દિયર વિરુદ્ધ લોકો પણ ભારે ફિટકાર વરસાવી રહ્યા છે.હાલ તો ઘટના અંગે વધુ તપાસ પાંડેસરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *