સુરત, જૂનાગઢમાં ફરી અપાયું રેડ એલર્ટ: આજથી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં ‘અતિ ભારે’ વરસાદની આગાહી

Heavy Rain in Gujarat: આવનાર ત્રણ દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને એક ભયંકર આગાહી સામે આવી રહી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ(Heavy Rain in Gujarat) પડવાની સંભાવના હવામાન વિભાગે દ્રારા વ્યક્ત કરી છે. ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની હાલ બે સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.વરસાદની પરિસ્થિતિ જોતા માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કરવામાં આવ્યું છે.

તારીખ 24 જુલાઈનાં રોજ ક્યાં કરી વરસાદની આગાહી
અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અને જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ અને ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તારીખ 25 જુલાઇનાં રોજ ક્યાં ક્યાં કરી વરસાદની આગાહી
ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અને ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

26 જુલાઈનાં રોજ ક્યાં ક્યાં જીલ્લામાં વરસાદની આગાહી
અમરેલી, ભાવનગર, વલસાડ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી અને આ સિવાય રાજ્યના અન્ય કોઈ જિલ્લામાં આગાહી કરવામાં આવી નથી.