દ્વારકા સહિતના જિલ્લાઓમાં ‘અતિ ભારે’ વરસાદની આગાહી: જાણો ક્યાં કેટલો ખાબક્યો

Gujarat Rainfall: બે દિવસથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હતું. જોકે ગઇકાલે બપોર પછી ફરી વાદળા બંધાયા હતા અને હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. ગત 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં હળવોથી ભારે વરસાદ(Gujarat Rainfall) પડ્યો છે. જેમાં નડિયાદમાં ધોધમાર 4.6 ઇંચ જ્યારે વસોમાં અને દાહોદમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

બીજી તરફ વહેલી સવારથી જ મેધરાજાએ બેટિંગ કરતાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગની આજની નવી આગાહી સામે આવી છે. જેમાં આજે સોમવારે સવારે 10થી બપોરના 1 વાગ્યા સુધીની આગાહી સામે આવી છે. જેમાં પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

21 તાલુકામાં 1થી 5 ઇંચ સુધી વરસાદ
ગત 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં 1 ઇંચથી 5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.જેમાં નડિયાદમાં 4.6 ઇંચ, વસોમાં 3.5 ઇંચ, દાહોદમાં 3.5, સંતરામપુરમાં 3.4, મહુધામાં 2.9, ઝાલોદમાં 2.7, મોરવા હડફમાં 1.9, લુણાવાડામાં 1.9, સિંગવડમાં 1.9, ફતેપુરામાં 1.9, કડાણામાં 1.9, પેટલાદમાં 1.4, આણંદમાં 1.4, સોજીત્રામાં 1.3, મહેમદાવાદમાં 1.3, લીમખેડામાં 1.3, ખેડામાં 1.3, વિરપુરમાં 1.1, દેવગઢ બારિયામાં 1.1, કપડવંડ અને માતરમાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે.

95 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ
આ ઉપરાંત 95 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે. જેમાં કઠલાલમાં 24 મિ.મી., આહવામાં 23, વિજયનગરમાં 23, બાલાસિનોરમાં 23, વાંસદામાં 22, સંજેલીમાં 22, કરજણમાં 21, છોટા ઉદેપુરમાં 21, ઇડરમાં 21, ધાનપુરમાં 20, શહેરામાં 20, વઘઇમાં 19, મેઘરજમાં 19, ઉમરપાડામાં 18, ખાનપુરમાં 18, ખંભાતમાં 17, તારાપુરમાં 17, સુબિરમાં 17, ખેરગામમાં 16, ડેડિયાપાડામાં 16, ઉમરેઠમાં 16, માંડવી(સુરત)માં 15, ગળતેશ્વરમાં 15, ગરબાડામાં 15, કપરાડામાં 14, સોનગઢમાં 14 મિ.મી. વરસાદ ખાબક્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી
આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારેની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રમાં પણ આગામી 3 દિવસ ભારેથી અતિભારેની આગાહી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાત પર હજુ પણ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે.