કાળઝાળ ગરમીના કારણે આંખોમાં થઈ રહી છે આ ગંભીર બીમારી, લક્ષણ દેખાય તો ઈગનોર ન કરતાં

Eye Care: ઉનાળામાં ઘણાં શહેરોમાં તાપમાન 45 ડિગ્રીથી વધુ રહે છે. ત્યારે લોકો બહાર નીકળે છે તો તડકા અને ગરમ હવાને કારણે આંખોને ઘણું નુકસાન થાય છે. ગરમ હવાને (Eye Care) કારણે આંખ સુકાઈ જાય છે તો વધુ સમય માટે તડકામાં રહો છો તો આંખમાં એલર્જીક રિએક્શન થવાનું જોખમ પણ ઘણું વધી જાય છે. તો બીજી તરફ અનેક લોકો ઉનાળામાં એસીમાં વધુ રહેવાનું પસંદ કરે છે. તો જે લોકો વધુ પડતો સમય એસીમાં બેસીને વિતાવો છો તો આંખો ડ્રાય થઇ જાય છે.

કાળઝાળ ગરમીની આંખ પર કેવી અસર થાય છે?
ઉનાળામાં કાળઝાળ ગરમીમાં Ultraviolet radiation ત્રણ ગણું વધું હોય છે જેની આંખ પર વધું અસર પડે છે. તડકાને કારણે UV કિરણોથી આંખની ઉપર બનેલા ટીયર સેલ એટલે કે આંખો પરના આંસુના કોષોનાં સ્તરને નુકસાન થવા લાગે છે. આ સ્થિતિ કોર્નિયા માટે હાનિકારક પણ સાબિત થઇ શકે છે. આ ઋતુમાં બહાર ઉડતી ધૂળ આંખોમાં એલર્જીનું કારણ બની શકે છે.

ગરમીનાં કારણે આંસુ સુકાઈ જાય છે. જેના કારણે લોકોને આંખોમાં ડ્રાયનેસની સૌથી વધુ સમસ્યા થવા લાગે છે. આંખમાં એલર્જિક રિએક્શન થવાનાં કારણે આંખમાં બળતરા થવી, આંખ લાલ થવી, આંખમાંથી પાણી નીકળવું, આંખમાં ખંજવાળ આવવી જેવી અનેક બીમારીનું જોખમ વધી શકે છે.

લૂને કારણે આંખમાં થનારી સમસ્યા
આંખ લાલ થવી ઉનાળામાં આંખ લાલ થવાની સમસ્યા સામાન્ય છે. આ એક પ્રકારનું ઇન્ફેક્શન છે. જે પાંપણની અંદરની સપાટી પર સ્થિત પાતળા, પારદર્શક પટલની બળતરાને કારણે થાય છે. જેમાં આંખો ગુલાબી અથવા લાલ થઈ જાય છે. આંખોમાં ખંજવાળ આવે અને આંસુ પણ નીકળે છે.

લૂથી આંખને બચાવવા માટે આ ઉપાય કરી શકો છો.
આંખોને લૂથી બચાવવા માટે સનગ્લાસિસ, કેપ, સ્કાર્ફ અથવા છત્રીનો અવશ્ય ઉપયોગ કરો. ઉનાળામાં બહાર નીકળતા સમયે સનગ્લાસિસ પહેરો જેથી આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા આંખ સુધી ના પહોંચી શકે. ઉનાળામાં બહાર જતા સમયે ટોપી અચૂક પહેરો. ટોપી ફક્ત માથાની પણ સુરક્ષા નથી કરતી પરંતુ આંખને પણ લૂથી બચાવે છે.