ફેસબુક લાઈવ કર્યું અને 23 વર્ષીય યુવકે કાપી નાખી હાથની નસ અને ફેસબુકના અધિકારીને ખબર પડતા થઈ નવાજુની

મહારાષ્ટ્ર: આજકાલ લોકો ગુના કરવામાં અચકાતા નથી. આ કિસ્સામાં, આત્મહત્યાના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસ ધુલેનો છે. જ્યાં એક યુવકે ફેસબુક પર લાઇવ થયા બાદ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બચી ગયો હતો. અહેવાલો અનુસાર, સોશ્યલ મીડિયા કંપની ફેસબુકના આયર્લેન્ડના એક અધિકારીને યુવકની આત્મહત્યા વિશે જાણ થઈ હતી અને તે પછી તેણે તાત્કાલિક આ અંગે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી હતી.

આ સમાચાર મળતા જ સ્થાનિક પોલીસે દખલ દીધી અને યુવાનને બચાવી લેવામાં આવ્યો. આ મામલે વાત કરતા એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે, “આ કામ કરનાર 23 વર્ષીય યુવક ધૂલે પોલીસ સાથે જોડાયેલા હોમગાર્ડનો પુત્ર છે.” રવિવારે સાંજે તેણે પોતાનું કાંડા કાપી નાખ્યા હતા અને તેણે આ કરર્તુતને ફેસબુક પર લાઈવ કરી હતી.’

તેમણે આગળ કહ્યું, ‘રવિવારે રાત્રે આઠ વાગ્યે આયર્લેન્ડના ફેસબુક અધિકારીઓનો ફોન કોલ મુંબઈના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સાયબર) રશ્મિ કરંદીકરને આવ્યો હતો. ત્યારબાદ, તેની ટીમે 25 મિનિટમાં તે યુવાનને શોધી કાઢ્યો. આ યુવક ધૂલેની ભોઇ સોસાયટીમાંથી ફેસબુક પર લાઇવ વિડીયો બનાવી રહ્યો હતો.

ત્યારબાદ, સ્થાનિક પોલીસને જાણ કરવાની સાથે, નાસિક રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રતાપ દિઘાવકર અને ધુલેના પોલીસ અધિક્ષક ચિન્મય પંડિતને પણ જાણ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ નવ વાગ્યે યુવાનના ઘરે પહોંચી હતી. ત્યારબાદ યુવકને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને સોમવારે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *