Russia-Ukraine war: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિએ ફેસબુક(Facebook) અને ટ્વિટર(Twitter) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને(Vladimir Putin) મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તેણે ફેસબુક અને ટ્વિટર તેમજ યુટ્યુબ(YouTube) પર પ્રતિબંધ(Banned) લગાવી દીધો છે. આ માટે એક બિલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
ફેસબુકે રશિયા પર લગાવ્યો આરોપ:
ફેસબુકે રશિયા પર લાખો લોકોને વિશ્વસનીય માહિતી આપવાનો ઇનકાર કરવાનો આરોપ લગાવ્યો છે. ફેસબુક પર પ્રતિબંધ લગાવ્યા બાદ રશિયાએ ટ્વિટર પર પણ કાર્યવાહી કરી છે. રશિયામાં ટ્વિટરની પહોંચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે એક બિલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કાયદા હેઠળ, દેશના સશસ્ત્ર દળો વિશે ‘ખોટી’ માહિતી ફેલાવવા માટે વ્યક્તિને 15 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
ઘણા મીડિયા આઉટલેટ્સને કર્યા બંધ:
શુક્રવારે યુએસ સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ વોઈસ ઓફ અમેરિકા અને રેડિયો ફ્રી યુરોપ/રેડિયો લિબર્ટી, જર્મન બ્રોડકાસ્ટર ડોઇશ વેલે અને લાતવિયા સ્થિત વેબસાઈટ મેડુઝાને પણ સોશિયલ મીડિયા જાયન્ટ્સ સામેની ચાલ સાથે અવરોધિત કરવામાં આવી હતી. વિદેશી આઉટલેટ્સ સામે સરકારની મોટા પાયે કાર્યવાહી આનાથી પુતિનનું વલણ સ્પષ્ટ થઈ ગયું છે. રશિયાએ સતત સ્થાનિક પ્રેક્ષકોને યુક્રેનના આક્રમણ વિશે ખોટી માહિતી આપવાનો આરોપ મૂક્યો છે.
રશિયાની સંસદે કડક કાયદો બનાવ્યો
નોંધનીય છે કે રશિયાની સંસદે શુક્રવારે ફેક ન્યૂઝને લઈને કડક કાયદાની જાહેરાત કરી હતી. સંસદનો આરોપ છે કે યુદ્ધ દરમિયાન રશિયન સેના વિરુદ્ધ ફેક ન્યૂઝ ચલાવવામાં આવી રહ્યા છે. સંસદમાં પસાર કરાયેલા આ નવા કાયદામાં સેના વિરુદ્ધ જાણીજોઈને ફેક ન્યૂઝ ફેલાવવા પર 15 વર્ષ સુધીની જેલની જોગવાઈ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.