રશિયન સૈનિકોએ પાર કરી હેવાનિયત, યુક્રેની મહિલાઓ પર આચરી રહ્યા છે દુષ્કર્મ- કોણે લગાવ્યા આરોપ?

Russia-Ukraine war: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. તે જ સમયે, રશિયાના સંરક્ષણ મંત્રાલય(Ministry of Defense)નું કહેવું છે કે સેના રાજધાની કિવ(Kiev)માં પ્રવેશી છે.…

Russia-Ukraine war: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. તે જ સમયે, રશિયાના સંરક્ષણ મંત્રાલય(Ministry of Defense)નું કહેવું છે કે સેના રાજધાની કિવ(Kiev)માં પ્રવેશી છે. જ્યાં એક તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી(Volodymyr Zelenskyy)ની 3 વખત હત્યાના પ્રયાસની ચર્ચા છે. તે જ સમયે, રશિયન સૈનિકો પર યુક્રેનના શહેરોમાં દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

રશિયન અને યુક્રેનિયન સૈન્ય વચ્ચેના યુદ્ધનો આજે નવમો દિવસ છે. રશિયાના સૈનિકોના અવિરત હુમલાને કારણે યુક્રેનમાં અફરાતફરી મચી ગઈ છે. લાખો યુક્રેનિયનો પડોશી દેશોમાં આશરો લઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ આ યુદ્ધને એક મોટું માનવીય સંકટ ગણાવ્યું છે. દરમિયાન શુક્રવારે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ લંડનના ચથમ હાઉસ થિંક-ટેંકમાં એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “દુર્ભાગ્યવશ, અમારી પાસે એવા ઘણા કિસ્સા છે જેમાં રશિયન સૈનિકોએ યુક્રેનિયન શહેરોમાં મહિલાઓ પર દુષ્કર્મ ગુજાર્યું છે.” આ ખુબ જ વિભદ્ર છે.

જો કે દિમિત્રોએ આ મામલે વધુ કંઈ કહ્યું ન હતું, પરંતુ તેમણે યુકે અને આંતરરાષ્ટ્રીય કાયદાના નિષ્ણાતોના જૂથ દ્વારા આ મામલે વિશેષ ટ્રિબ્યુનલમાં કરેલી અપીલને સમર્થન આપ્યું હતું. તેને રોકવાનો એકમાત્ર રસ્તો આંતરરાષ્ટ્રીય કાયદો છે. આ યુદ્ધ માટે જવાબદાર લોકોને ચોક્કસ બોધપાઠ મળશે.

કુલેબાએ કહ્યું કે અમે એવા શત્રુ સામે લડી રહ્યા છીએ જે અમારા કરતા વધુ શક્તિશાળી છે. પરંતુ આંતરરાષ્ટ્રીય કાનુન અમારી સાથે છે અને આશા છે કે તે અમને જીતવામાં મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *