રાજકોટમાં ભુમાફીયાઓએ સોસાયટીના લોકો પર પથ્થરમારો કરતા એકનું મોત- જુઓ LIVE વિડીયો

રાજકોટ(ગુજરાત): હાલમાં રાજકોટ(Rajkot)માંથી એક ચોકાનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટ યુનિવર્સિટી રોડ(Rajkot University Road) પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટી(Radhakrishna Society)માં મકાન ઓછી કિંમતે વહેંચી ખાલી કરાવવા બાબતે ભૂમાફિયાઓ દ્વારા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી દબાણ કરવામાં આવતું હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઈને સોસાયટી બહાર પોલીસ રક્ષણની પણ માંગ કરવામાં આવી હતી. જોકે, બે દિવા પહેલા ગુંડાઓની જેમ ઘસી આવી 5 જેટલા શખ્સો દ્વારા નશાની હાલતમાં ગાડીના કાચ તોડી સ્થાનિકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ(Hospital) ખસેડવામાં આવ્યો હતો. આજે રાત્રે ટૂંકી સારવાર દરમિયાન ઇજાગ્રસ્તને દમ તોડી દેતા આ સમગ્ર બનાવ હત્યા(Murder)માં પલટાયો છે.

મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા રાધાકૃષ્ણ સોસાયટીમાં 5 જમીન માફિયાઓએ નશાની હાલતમાં હોબાળો મચાવ્યો હતો. તેમજ સોસાયટીના લોકો પર પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનામાં ચાર સ્થાનિક લોકો પણ ઘાયલ થયા છે. જાણવા મળ્યું છે કે, કારખાનામાં કામ કરતા અવિનાશ ધુલેસિયાને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હત્યાના પ્રયાસના આરોપસર આઈપીસીની કલમ 307 હેઠળ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, હવે પોલીસે ઘટના સંદર્ભે આરોપીઓ સામે હત્યાની કલમ ઉમેરવાની કાર્યવાહી શરૂ કરી છે.

ગયા મંગળવારે બપોરે એક વાગ્યાના સુમારે માફિયાઓએ અવિનાશભાઇ ધુલેસીયાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. જેથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, 48 કલાકની સારવાર દરમિયાન ગુરુવારે રાત્રે 11.30 કલાકે તેનું મોત નીપજ્યું હતું. જેથી હવે આ સમગ્ર ઘટના હત્યામાં ફેરવાઈ ગઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

યુનિવર્સિટી પોલીસ દ્વારા ચાર આરોપીઓ રવિ વાઢેર, હિરેન વાઢેર, વિજય રાઠોડ અને પરેશ ચૌહાણની ધરપકડ કરી તેમની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર છે. હવે પોલીસ આરોપીઓ પર હત્યાનો ગુનો દાખલ કરશે અને  કાર્યવાહી હાથ ધરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *