હાલમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જગાધરી(Jagadhari)માં કારખાનેદારના પિતા પર હુમલો કર્યા બાદ ઇજાગ્રસ્ત યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજ્યું હતું. આત્મહત્યા(Suicide) કરતા પહેલા યુવકે તેના પિતાના નામે એક વીડિયો(Video) બનાવ્યો અને કહ્યું, ‘પાપા, હું તમને ખૂબ પ્રેમ કરું છું. તારું અપમાન સહન કરી શકાતું નથી, તેથી જ હું મારો જીવ આપી રહ્યો છું. પોલીસ(Police) દ્વારા હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
અમર વિહાર કોલોની જગાધરીના દુર્ગાદાસે જણાવ્યું કે, તે અને તેનો પુત્ર ચેતન મેટલ્સની એક જ ફેક્ટરીમાં કામ કરતા હતા. કારખાનાના માલિક મોહિત, ભાનુએ તેની સાથે મારપીટ કરી હતી. જેનાથી કંટાળીને તેના પુત્રએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં તેને ગાંબા હોસ્પિટલ યમુનાનગરમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આત્મહત્યા કરતા પહેલા યુવકે તેના પિતાના નામે એક વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે, આઈ લવ યુ પાપા, હું તમને ખૂબ પ્રેમ કરું છું. હું આત્મહત્યા કરી રહ્યો છું કારણ કે હું તમારું અપમાન થતું જોઈ શકતો નથી. યુવકે કહ્યું કે, મને તમારું સન્માન ગમે છે અને આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી વિનંતી કરી હતી.
પોલીસ સ્ટેશન જગાધરી ડીએસપી પ્રમોદ કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિવારના સભ્યો સાથે વાત કરી. તેમણે પરિવારને ખાતરી આપી કે, પોલીસ આરોપીઓ સામે કાર્યવાહી કરી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.