હાલમાં બનાસકાંઠામાં નકલી ગુરૂ દ્વારા મંત્ર તંત્રના જાપ કરીને કોરોના દર્દીની સારવારનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. IPC 188 અને એપેડમિક એકટ મુજબ ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દીના શરીર પર ઊભો રહી આ લેભાગુ ગુરૂ મંત્ર જાપ કરતો હોય તેવું જોવા મળે છે. પાલનપુર પોલીસ દ્વારા તપાસના અંતે ગુરૂ સહિત બે આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, ગ્રામીણ વિસ્તારોમાં કોરોના મહામારી વચ્ચે ભુવા અને લેભાગુ ગુરૂ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. 20 દિવસ પહેલા બનેલી આ ઘટના અંગે તપાસ બાદ સમગ્ર ઘટના સામે આવી હતી. પાલનપુર શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાને બદલે આ નકલી ગુરુ પાસે લઈ જવાયા હતા.
આ ગુરુએ વિધિ કર્યા બાદ દર્દીની તબિયત વધુ લથડતા મોત નિપજયું હોવાનું જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ, કચ્છના આડેસર ગામે રહેતા ભવનભાઈ પ્રજાપતિ એક મહિના અગાઉ કોરોના વાયરસથી સંક્રમિત થતા તેઓ સારવાર માટે ડીસામાં રહેતા તેમના ભાઈને ત્યાં આવ્યા હતા. પરંતુ, ડીસામાં કોઈ હોસ્પિટલમાં જગ્યા ન મળી તેથી તેઓ પાલનપુર રહેતા તેના બીજા ભાઈ પાસે ગયા હતા.
ભવનભાઈ પાલનપુરમાં એક લેભાગુ ગુરુમાં માનતા હતા. તેઓએ હોસ્પિટલમાં જવાને બદલે ગુરુ પાસે વિધિ કરાવી સાજા થઇ જશે એમ માની હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું. આ દરમિયાન લેભાગુ ગુરુએ કોરોનાગ્રસ્ત ભવનભાઈને સીધા સુવડાવી તેમના પેટ પર એક પગ મૂકી આડેધડ મંત્રોચ્ચાર કર્યા હતા. અને તેઓ જલદી સાજા થઇ જશે તેવા આશીર્વાદ આપ્યા હતા.
આ સમગ્ર વિધિના થોડાક સમય બાદ જ ભવનભાઈની તબિયત વધુ લથડી હતી અને મોત નીપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, આ કેસમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધી રાપરના નાડેલાનો લેભાગુ ગુરુ મોહન ભગતને પકડી પાડવામાં આવ્યો છે. સાથે જ દિનેશ પ્રજાપતિ અને રાયમલની પણ ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.