શું તમારી પાસે પણ નકલી નોટ તો નથી ને! ગુજરાતના આ મોટા શહેરમાંથી અઢળક ડુપ્લિકેટ નોટો મળી આવતા ખળભળાટ

ગુજરાત(Gujarat): રાજ્યના અમદાવાદ(Ahmedabad) શહેરમાં 13 જેટલી જુદી જુદી બેન્કોમાંથી નકલી નોટો(Counterfeit notes) મળી આવતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેને લઈને હવે ક્રાઈમ બ્રાન્ચ(Crime Branch) દોડતી થઇ છે. મોટા પાયે દેશ અને રાજ્યને આર્થિક નુકસાન પહોંચાડવાના કાવતરા સાથે આ નોટો બેન્કમાં ઘૂસાડવામાં આવી હોય તેવું પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે.

અમદાવાદની બેંકોમાંથી નકલી ચલણી નોટો મળી આવતા ખળભળાટ:
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં પણ લોકડાઉન દરમિયાન વિવિધ બેન્કોમાં નકલી નોટો મળી આવી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વધુ એકવાર અમદાવાદ શહેરમાં 1562 જેટલી નકલી નોટો મળી છે જેમાં 10, 20, 100, 200 લઈને 2000 રૂપિયા સુધીનો નોટોનો સમાવેશ થઇ રહ્યો છે. જે નકલી નોટો મળી છે જેની કુલ કિંમત 5.612 લાખ છે.

બજારો બાદ હવે બેન્કમાં પણ નકલી નોટો ઘુસી રહી છે ત્યારે સવાલ થઇ રહ્યા છે કે જો બેન્કોમાં આટલી બધી ડુપ્લિકેટ ચલણી નોટો આવી જતી હોય તો તે નકલી નોટ સામાન્ય માણસના ખિસ્સામાં પણ જઇ શકે છે જેને કારણે સામાન્ય માણસને નુકશાન થઇ શકે છે. સૌ વ્યક્તિએ હવે સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે, નહિતર તમે પણ આ નકલી નોટોનો શિકાર બનો તો નવાઈ નહિ.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા જ્યારે નકલી નોટો અને ડુપ્લિકેટ નોટો અંગેના અનેક ગુનાઓ પોલીસના ચોપડે નોંધાઈ ચુક્યા છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં ગુનેગાર પોલીસની પકડમાં આવી જાય છે જ્યારે મોટા ભાગના કેસમાં ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને નિષ્ફળતા પ્રાપ્ત થતી હોય છે. નોટબંધી સમયે નકલી નોટો બજારમાં ફરતી થઈ હતી અને લોકડાઉનમાં પણ નકલી નોટો મળવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. હવે આટલી મોટી માત્રામાં ડુપ્લિકેટ નોટો બેન્કોમાંથી મળી આવી છે. ત્યારે સમગ્ર મામલે SOG ક્રાઈમે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *