HDFC Bank: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની HDFC બેન્કના(HDFC Bank) આસિસ્ટન્ટ મેનેજરે 7 ગ્રાહકોને લોભામણી લાલચ આપી નકલી FD બનાવી રૂ. 70 લાખની રકમ ચાઉ કરી જતાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
FD નંબર બતાવતા બેન્ક મેનેજર પણ ચોકી ઉઠ્યા
મળતી માહિતી અનુસાર, મૂળ ઓડિસ્સા અને હાલ અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલ કોસમડી ગામની સનસિટી સોસાયટીમાં રહેતા બિક્રમજીત સુકદેવ સાહુ અંકલેશ્વરના જૂના નેશનલ હાઇવે ઉપર લોર્ડસ પ્લાઝા હોટલ સ્થિત HDFC બેન્કમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. જેઓ ગત તા.19મી માર્ચના રોજ નોકરી ઉપર હતા, તે દરમિયાન બોરભાઠા બ્રાન્ચના મેનેજર ચંદ્રસિંહ ગોહિલની બ્રાન્ચમાં મહેશ ચૌહાણ નામના ગ્રાહક પોતાની FD ચેક કરાવવા માટે આવ્યા હતા. તેઓએ FD નંબર બતાવતા બેન્ક મેનેજર પણ ચોકી ઉઠ્યા હતા.
7 જેટલા ગ્રાહકોને લોભામણી લાલચ આપી હતી
ગ્રાહકોને નકલી FD આપી રૂપિયા ચાઉ કર્યા બોરભાઠા બ્રાન્ચના મેનેજર ચંદ્રસિંહ ગોહિલે ગ્રાહકને આ નંબર ક્યાંથી લાવ્યા હોવાનું પૂછતા તેઓએ મુખ્ય બ્રાન્ચમાંથી લાવ્યા હોવાનું જણાવ્યુ હતું. જે બાદ મુખ્ય બ્રાન્ચના મેનેજર બિક્રમજીત સુકદેવ સાહુ સાથે આ અંગે વાત કરી તપાસ કરતાં તેઓની બેન્કના આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ 7 જેટલા ગ્રાહકોને લોભામણી લાલચ આપી રૂપિયા 70 લાખ લઈ ગ્રાહકોને નકલી FD બનાવી આપી રૂપિયા ચાઉ કરી ગયો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ અંગે બેન્કના મેનેજરે બેન્કના આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.
ગ્રાહકોને નકલી FD આપી રૂપિયા ચાઉ કર્યા
બોરભાઠા બ્રાન્ચના મેનેજર ચંદ્રસિંહ ગોહિલે ગ્રાહકને આ નંબર ક્યાંથી લાવ્યા હોવાનું પૂછતા તેઓએ મુખ્ય બ્રાન્ચમાંથી લાવ્યા હોવાનું જણાવ્યુ હતું. જે બાદ મુખ્ય બ્રાન્ચના મેનેજર બિક્રમજીત સુકદેવ સાહુ સાથે આ અંગે વાત કરી તપાસ કરતાં તેઓની બેન્કના આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ 7 જેટલા ગ્રાહકોને લોભામણી લાલચ આપી રૂપિયા 70 લાખ લઈ ગ્રાહકોને નકલી FD બનાવી આપી રૂપિયા પડાવી લીધા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App