આગાહી વચ્ચે મેઘરાજાએ લીધો વિરામ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નહિવત વરસાદ

Weather forecast in Gujarat: રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદી માહોલ છવાતા લોકોએ ગરમીથી ઘણી રાહત મળી હતી. તો બીજી બાજુ કમોસમી વરસાદથી ખેડૂતોનો પાકને ખુબ નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નહીવત વરસાદ (Weather forecast in Gujarat) જોવા મળ્યો છે. તેમજ નર્મદાનાં સાગબારામાં અડધો ઈંચ વરસાદ નોધાયો હતો. જ્યારે અન્ય સાત તાલુકાઓમાં માત્ર 1 થી 5 મીમી વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી કરવામાં આવી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી ગરમીની આગાહી કરવામાં આવી છે. તેમજ તાપમાનમાં પણ 3 ડિગ્રીનો વધારો પણ થશે. ત્યારે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરને લઈ વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. બનાસકાંઠા, ગીર સોમનાથમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ 16 મે એ બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તેમજ પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તારીખ 15ના રોજ એટલે કે આજે રાજ્યના બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજબીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો તારીખ 16 મેના રોજ માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કાલે એટલે કે તારીખ 16 મેના રોજ શહેરના અમુક વિસ્તારો પડી શકે છે વરસાદ.

વરસાદની સાથે પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુકાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદી માહોલ જામશે. જ્યાં બે દિવસ બાદ રાજ્યમાં ફરી એક વખત તાપમાનમાં થશે વધારો. લગભગ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધાતા લોકોને ગરમીનો અહેસાસ થશે.