Surat Duplicate Ghee News: સુરતમાં બ્રાન્ડેડ ઘીના નામે ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરતા સેલ્સમેનની અડાજણ પોલીસે ધરપકડ કરી છે.અડાજણમાં આઈ માતા સુપર સ્ટોરમાંથી આ ઘી (Surat Duplicate Ghee News) ઝડપાયું હતુ.ડુપ્લીકેટ ઘીના 9 ડબ્બા પોલીસે જપ્ત કરીને એફએસેલમાં મોકલી આપ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી છે.દુકાન માલિક હરિરામ ચૌધરીની પોલીસે ધરપકડ કરીને વધુ માહિતી જપ્ત કરી છે.
પોલીસે હાથધરી તપાસ
સમગ્ર ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અત્યાર સુધી કઈકઈ જગ્યાએ આ ઘી આપ્યું તેને લઈ તપાસ હાથ ધરી છે.વેપારી કેટલા સમયથી આ રીતે ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરતો હતો અને કયાં આ ઘી બનાવતો હતો તેને લઈ તપાસ હાથ ધરી છે.પોલીસે આ સમગ્ર કેસમાં કોપીરેટનો ગુનો પણ નોંધ્યો છે અને આરોપીની ધરપકડ પણ કરી છે,વેપારી આ ઘીનું છૂટક તેમજ હોલસેલમાં વેચાણ કરતો હતો.બ્રાન્ડેડ ઘીના નામે ડુપ્લીકેટ ઘી પધરાવી કરતો હતો
અગાઉ પણ સુરતમાં ઝડપાયું છે નકલી ઘી
સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉ પણ નકલી ઘી ઝડપાયાની ઘટના બની છે,સુરત એસઓજી દ્રારા અગાઉ પણ નકલી ઘી ના નામે વેચાણનો પર્દાફાશ કરી અનેક આરોપીઓને ઝડપી પાડયા છે.પોલીસ આ દિશામાં હજી પણ સઘન તપાસ કરે તો વધુ ખુલાસા થઈ શકે છે,કેમકે નકલી ઘી સ્વાસ્થય માટે તો હાનિકારક છે સાથે સાથે બ્રાન્ડેડ કંપનીનું ઘી ખરીદતા પણ લોકો ડરી જતા હોય છે.
અગાઉ પણ ઝડપાયું ઘી
ઉલ્લેખનીય છે કે, ગત રોજ અડાજણ વિવેકાનંદ ટાઉનશીપ સોસાયટીની સામે શિવાજંલિ કોમ્પલેક્ષમાં આઈ માતા સુપર સ્ટોર દુકાન નંબર 14માં હરિરામ સોદારામ ચૌધરી સુમૂલ ડેરીમાં ઉત્પાદન થતા સુમૂલ શુદ્ધ ઘીના એક લીટરના ડબ્બા સાથે ડુપ્લિકેટ ઘીના ડબ્બા તેઓની દુકાનમાં રાખી તેનું વેચાણ કરે છે.
આ બાતમીના આધારે સુમૂલ ડેરીના લીગલ અધિકૃત અધિકારી દીપેશ ચંપકલાલ ભટ્ટને સાથે રાખી હરિરામ ચૌધરીની દુકાનમાં રેડ કરી હતી.પોલીસે 30 વર્ષીય હરિરામ ચૌધરીની ધરપકડ કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App