Fake Income Tax Officer: ગુજરાતમાંથી નકલી વસ્તુઓ ઝડપાય ત્યારે જરાય નવાઈ નથી લાગતી. કારણકે હવે આપણને નકલી વસ્તુની આદત પડી ગઈ છે. જો કે ગુજરાતમાં અત્યારે નકલી નકલીની ભરમાર જોવી મળી રહીં છે, છાસવારે એક પછી એક નકલીનું કૌભાંડ (Fake Income Tax Officer) સામે આવી રહ્યું છે. ક્યાંક નકલી અધિકારી, ક્યાંક નકલી ડૉક્ટર, ક્યાંક નકલી કચેરી તો ક્યાંક નકલી કિન્નર અને હવા નકલી ઇન્કમટેક્સ ઓફિસર ઝડપાયો છે. નકલી ઈન્કમટેકસ ઓફિસર બની લાખો રૂપિયા ઠગનારની આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
ઈન્કમટેકસ ઓફિસરની ઓળખ આપીને રેડ અને પૈસા પડાવતો
આ અંગે મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરના જેતપુર તાલુકાના ખેડૂતોના ઘરે જઈને આ આરોપી ઈન્કમટેકસ ઓફિસરની ઓળખ આપીને રેડ પાડતો અને પૈસા પડાવતો હતો. એટલું જ નહીં પરંતુ નકલી દવાઓનું વેચાણ કરો છો તેવું કહીને રોકડ રકમ સહિત 15 લાખનું પોટલું વાળ્યું હતું. એટલું જ નહીં પરંતુ પોલીસ સ્ટેશન જવાનું કહી ઘરેથી સાથે નીકળી ખેડૂતને રસ્તામાં ઉતારીને આરોપી ત્યાંથી રફુચક્કર થઈ ગયો છે.
વડોદરા SOG પોલીસે એઝાઝ હાફિઝને તાંદલજાથી ઝડપ્યો
સમગ્ર આ મામલે જાન્યુઆરી 2023માં કદવાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મૂળ દાહોદ એઝાઝ હાફિઝ શેખ છેલ્લા એક વર્ષથી વોન્ટેડ જાહેર થયેલો હતો. અત્યારે વડોદરા એસઓજી પોલીસે એઝાઝ હાફિઝને તાંદલજામાંથી ઝડપી પાડયો છે. પોલીસે અત્યારે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે આવા ઠગોની સંખ્યા ખુબ જ વધી રહીં છે.જે સામે અત્યારે કાર્યવાહી કરવી ખુબ આવશ્યક છે.
15 લાખ રૂપિયા ખંખેર્યા
નકલી અધિકારી બની આવેલા 15 લાખ રૂપિયા લઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું.અને એ વડોદરા નો એઝાઝ હોવાનું બહાર આવ્યું હતું જે લાંબા સમયથી ફરાર હતો એને એસ. ઓ.જી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી માટે કદવાલ પોલીસને સોંપવામાં આવ્યો છે.
જો હવે આપણે નકલી વસ્તુઓ અને નકલી લોકોથી એવા તો ઘડાઈ ગયા છીએ કે અસલી લોકો અને અસલી વસ્તુઓ મળે તો હવે નવાઈ લાગે છે એવી પરિસ્થિતિ થોડા સમયથી ગુજરાતમાં જોવા મળી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App