Fake IPS in Surat: રાજ્યમાં વધુ એક નક્કી IPS અધિકારી ઝડપાયો છે. સુરત જિલ્લામાંથી નકલી IPS અધિકારી પકડતા હાહાકાર મચી ગયો છે. કામરેજ પોલીસ નકલી IPS અધિકારી(Fake IPS in Surat) બની લોકો પાસેથી પૈસા પડાવી લેનાર આરોપી પ્રદીપ પટેલને ઝડપી પાડયો ચેમ ત્યારે આ મામલે પોલિસે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મળતી માહિતી અનુસાર નકલી IPS ઓફિસર ગુજરાત ટુરિઝમની તોરણ હોટેલમાં ભાગીદાર બનાવવાનું કહી બિલ્ડર અને રેસ્ટોરન્ટ માલિકને ઠગી 31 લાખ પડાવ્યા હતા. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સમીર જમાદારને તેના મિત્ર થકી પ્રદીપ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. પ્રદીપ પટેલે IPS અધિકારી હોવાની ઓળખ આપી હતી. અને ત્યાર બાદ પ્રદીપે સમીર જમાદારને કામરેજનાં
વલથાન ગામ પાસે તોરણ હોટેલમાં 30 ટકા ભાગીદાર રહેવાનું કહ્યું હતુ. જે બાદ સમીરે ટુકડે ટુકડે 23 લાખ રૂપિયા આપ્યા હતા.
જો કે સમીરે જયારે હોટલ એગ્રીમેન્ટની વાત કરી તો પ્રદીપ કોઈના. કોઈ બહાના બનાવી વાત ટાળી દેતો હતો. ત્યાર બાદ સમીરે તેના પૈસા પરત માંગ્યા હતા. પ્રદીપે 12 લાખ રૂપિયા પરત કર્યા હતા. અને 12 લાખ પછી આપી દેવાનું કહ્યું હતું. પરંતું ઘણો સમય બાદ પણ પ્રદીપે પૈસા પરત ન આપ્યા હતા. અને સમીરને છેતરાયો હોવાનું માલુમ પડતા સમીરે આ સમગ્ર મામલે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ફરીયાદ આધારે કરમેજ પોલીસે ગણતરીનાં કલાકોમાં જ છેંતરપીંડી કરનાર નકલી IPS અધિકારીની ધરપકડ કરી હતી. જયારે આરોપીનો મોબાઈલ ફોન ચેક કરતા IPS અધિકારીનો ડ્રેસ પહેરેલા ફોટા મળી આવ્યા હતા. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ કરતા પોલીસને શંકા ગઈ હતી કે આરોપી પ્રદીપ પટેલે નકલી IPS ઓફિસર બની અન્ય લોકો સાથે પણ છેતરપીંડી કરી હતી. હાલ પોલીસે આરોપીને ઝડપી આગળની કયાર્વહી હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App