અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિમાં મંદિર નિર્માણના શિલાન્યાસ આગામી 5 ઓગસ્ટે યોજાઈ રહ્યો છે. ત્યારે આ અવસર પર સૌરાષ્ટ્રના સાધુ-સંતોને કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીના હસ્તે મંદિર નિર્માણ શરુ કરવામાં આવશે ત્યારે અયોધ્યા નગરીમાં તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આમંત્રિતોને બોલાવવામાં આવી રહ્યા છે ત્યારે કથાકાર મોરારિબાપુને આમંત્રણ ન અપાતા સમર્થકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
હાલમાં સોશિયલ મીડિયામાં મોરારી બાપુને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનો એક પત્ર ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે. પણ મોરારીબાપુના નજીકના સેવક એવા જયદેવ માંકડે આ પત્ર ખોટો હોવાનું જણાવ્યું છે. અયોધ્યા રામ મંદિરના ફંડ એકત્રમાં મોરારીબાપુએ મોટો ફાળો આપ્યો છે. ત્યારે મોરારી બાપુને આમંત્રણ ન મળતા સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલ આ પત્ર ખોટો છે: જયદેવ માંકડ
હાલમાં સોશિયલ મીડિયામાં મોરારી બાપુના નામે આમંત્રણનો પત્ર વાઇરલ થયો છે. આ વાઇરલ પત્રની સત્યતાને જયદેવ માંકડે નકારી છે. આ સાથે જ જણાવ્યું છે કે, ટીખળખોર વ્યક્તિએ આ ખોટો પત્ર વાઇરલ કર્યો છે. મહત્વનું છે કે, જયદેવ માંકડ મોરારી બાપુના ખાસ અંગત સેવક છે.
મોરારીબાપુને આમંત્રણ આપવા સમર્થકોએ માંગ કરી
રામમંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં મોરારી બાપુને આમંત્રણ આપવામાં આવ્યુ ન હોવાને લઈને રાજુલા બજરંગબલી સેના અગ્રણી અને દલિત સમાજ આગેવાન કિશોર ધાખડાએ આમંત્રણ આપવા બાબતે સરકારને અપીલ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી દલિત અગ્રણીએ સરકાર અને PM મોદીને અપીલ કરી છે.
અત્રે ઉલેખનીય છે કે, 5 ઓગસ્ટે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન છે. ત્યારે આ દરમિયાન કાર્યક્રમમાં 200 જેટલા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે કથાકાર મોરારિ બાપુ અને રમેશભાઇ ઓઝાને આમંત્રણ નથી આપવામાં આવ્યું. ત્યારે ભૂમિપૂજનમાં આમંત્રણ ન મળતા સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. મોરારિબાપુએ રામમંદિર માટે ફંડ એકત્ર કરવા ઝુંબેશ ચલાવી અને દેશ-વિદેશથી કરોડો રૂપિયાનું ફંડ એકઠુ કર્યું છે. છતાં રામમંદિર ભૂમિપૂજનમાં આમંત્રણ ન મળતા સમર્થકોમાં નારાજગી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP