12 નરાધમોએ બે સગીર યુવતીને બનાવી હવસનો શિકાર- હડકાયા કૂતરાની જેમ યુવતીઓ પર તૂટી પડ્યા

ઝારખંડમાં આવેલ ગઢવા જિલ્લાનાં નગર ઉંટેરીમાં UPની બે સગીર યુવતીઓની સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. આ ઘટના ઉંટેરી-ગરબાંધ શહેરની વચ્ચે બૈરાટંડમાં એક નિર્જન સ્થળે…

ઝારખંડમાં આવેલ ગઢવા જિલ્લાનાં નગર ઉંટેરીમાં UPની બે સગીર યુવતીઓની સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. આ ઘટના ઉંટેરી-ગરબાંધ શહેરની વચ્ચે બૈરાટંડમાં એક નિર્જન સ્થળે જંગલમાં બની હતી. બંને યુવતીઓ ઉત્તરપ્રદેશનાં કોન સ્ટેશન વિસ્તારનાં ગામની રહેવાસી છે. બંને યુવતીઓ બે સંબંધીઓની સાથે પોતાનાં ગામ બાજુ પાછી ફરી રહી હતી ત્યારે તેઓ ગરબાંધ જતા હતા.

જ્યારે કુલ 12 લોકોએ આ બંને સગીર યુવતીઓની પર ગેંગરેપ કર્યો હતો, પોલીસે આ કેસમાં પીડિતાનાં નિવેદન પર કુલ 12 અજાણ્યા શખ્સોની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પીડિતાનું મેડિકલ તેમજ કોર્ટે બંનેએ 164 ની હેઠળ નિવેદનો પણ નોંધવામાં આવ્યાં છે.

જણાવવામાં આવી રહ્યું છે, કે આ બંને યુવતીઓ આધારકાર્ડને અપડેટ કરાવવા માટે બાઇક મારફતે બાઇક શહેરનાં ઉંટેરી આવી હતી. ઘરે પાછાં ફરી રહ્યા હતા ત્યારે બાઇકને થોડા સમયને માટે શૌચ માટે રોકી રાખી હતી. પાછળ બાઇક પરથી કુલ 12 છોકરાઓએ એમનો પીછો પણ કર્યો હતો તેમજ ત્યાં પહોંચી પણ ગયા હતાં.

આ તમામ યુવકો બંને યુવતીઓને પકડીને જંગલમાં લઈ ગયા હતા. ત્યારબાદ એમનાં પર બળાત્કાર પણ ગુજાર્યો હતો. આ યુવકોએ યુવતીઓનાં સબંધીઓને માર પણ માર્યો હતો. આ દરમિયાન એક સંબંધી ત્યાંથી ભાગી ગયો હતો તથા 100ન નંબર ડાયલ કરીને ફોન પણ કર્યો હતો. પોલીસને આ ઘટનાની સંપૂર્ણ જાણકારી આપી હતી.

આ ઘટનાની જાણકારી મળતાં પોલીસ પીડિતા તેમજ તેનાં બે સંબંધીઓને પોલીસ સ્ટેશન પણ લઈ આવી હતી. પોલીસે પીડિતાનાં નિવેદન પર ફરિયાદ પણ લખી હતી તેમજ આરોપીને પકડવા માટે અભિયાન પણ શરૂ કર્યું છે. SDPO અજિત કુમાર જણાવતાં કહે છે, કે આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, તેમજ થોડાં સમયમાં જ આરોપીને પકડી પાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *