નકલી અધિકારી અને નકલી ઓફિસ બાદ નકલી ટોલનાકાનું કૌભાંડ… મોરબીમાં દોઢ વર્ષથી નાણાં ઉઘરાવતા હોવાનો પર્દાફાશ

Fake toll booth caught in Morbi: ગુજરાતમાં હવે નકલીનો ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. ગુજરાતના છોટા ઉદેપુરમાં નકલી સરકારી કચેરીનું મસમોટુ કૌભાંડ સામે આવતા ખળભળાટ…

Fake toll booth caught in Morbi: ગુજરાતમાં હવે નકલીનો ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. ગુજરાતના છોટા ઉદેપુરમાં નકલી સરકારી કચેરીનું મસમોટુ કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે મોરબીમાં NHAIના ટોલનાકાની બાજુમાં ધમધમતું ગેરકાયદે ટોલનાકું(Fake toll booth caught in Morbi) ધમધમી રહ્યું છે. ત્યારે આ નેશનલ હાઈવે પરથી રોજનાં હજારો વાહનો પસાર થાય છે. ત્યારે કેટલાક વાહન ચાલકો ટોલ બનાવવા માટે બાજુનાં ગામમાંથી પસાર થાય છે. ત્યારે વાહન ચાલકોની આ કર ચોરી કરવાની ટેવનાં કારણે કેટલાક અસામાજી તત્વો દ્વારા કમાણી કરવાનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે ટોલનાકા નજીક બંધ કારખાનામાંથી રસ્તો કાઢી ટોલ ઉઘરાવવામાં આવતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એટલુ જ નહિ, નાના-મોટા વાહનો પસાર થાય તે પ્રકારે ગેરકાયદે ટોલનાકુ(Fake toll booth caught in Morbi) બનાવ્યું હતં અને 50થી 200 રૂપિયા સુધીનો ગેરકાયદે ટેક્સ પણ વસૂલાતો હતો.

મોરબીનાં વાંકાનેર વઘાસિયા ટોલ પ્લાઝા પર નિયમ મુજબ ટોલ ટેક્સ વસૂલાય છે, પરંતુ વાહન ચાલકોને આ ટેક્સ મોંઘો પડતો હોવાથી પાસે જ બાયપાસ બનાવીને બંધ સીરામીક ફેક્ટરીને ભાડે રાખીને નકલી ટોલનાકું ઊભું કરી નાખવામાં આવ્યું હતું. અસામાજીક તત્વો દ્વારા વ્હાઈટ હાઉસ સિરામિકનાં કારખાનામાંથી ગેરકાયદેસર રીતે રસ્તો બનાવાયો હતો. આ રસ્તા પર રવિરાજસિંહ અને હરવિંરસિંહ નામનાં બે શખ્શો ટોલનાકુ ચલાવતા હતા. કારખાનેદારની પણ આ ગેરદાયકે ટોલનાકું બનાવવામાં સંડોવણીની શક્યતા છે.

આરોપ છે કે, દોઢ વર્ષથી વાહન ચાલકો પાસેથી કરોડોની ઉઘરાણી કરવામાં આવી છે. જેમાં ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100 અને મોટા ટ્રકના 200 રૂપિયા વસૂલવામાં આવે છે. વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ગોરખધંધો ચાલતો હતો. નકલી ટોલનાકું ઉભું કરી કરોડોની ઉઘરાણી કરતા હતા. બંધ સીરામીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકું ચલાવતા હતા.

અસલી ટોલનાકા કરતા નકલી ટોલનાક(Fake toll booth caught in Morbi)માં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવતુ હતું. વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરી ભાડે રાખી અને ત્યાંથી આ વાહનો પસાર કરતા હતા. વ્હાઇટ હાઉસ ફેક્ટરીના માલિક અમરસિંહ હોવાની હકીકત સામે આવી છે. 30/05/2023 ના રોજ સેફેવે નામની ટોલ કંપનીએ અરજી કરી હતી. આ કંપનીએ જિલ્લા કલેકટર અને પોલીસે પાસે બંદોબસ્ત માટે 6 કોન્સ્ટેબલ અને 1 PSIની માંગણી કરી હતી.

વઘાસિયા ટોલપ્લાઝા નજીક જ નકલી ટોકનાકુ(Fake toll booth caught in Morbi) બેરોકટોક રીતે ધમધમી રહ્યું છે. આ મામલે ઘણી વખત અરજીઓ અને રજૂઆત કરવા છતા કોઈ જ પગલાઓ લેવામાં આવ્યા નથી. ટોલપ્લાઝા સંચાલકો દ્વારા મોરબી જિલ્લા પોલીસવડાને આ બાબતે અરજી કરી આ નકલની ટોકનાકુ બંધ કરવા અરજી કરાઈ હતી. આજ દિવસ સુધી આ નકલી ટોલનાકાની ઘટનામાં કોઈની સામે કાર્યવાહી કરવામાં આવી નથી.

હવે આ સમગ્ર ઘટના મીડિયામાં પ્રકાશિત થતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મોરબીના નકલી ટોલનાકા અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પ્રાંત અધિકારી અને ડીવાયએસપી તપાસ કરી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ રિપોર્ટ આપશે. આ રિપોર્ટના આધારે કસૂરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદે ટોલનાકામાં કોઈને છોડવામાં નહી આવે.

ગેરકાયદે ચાલતા ટોલનાકાનો ચાર્જ(Fake toll booth caught in Morbi)

ફોર વ્હીલર – 50 રૂપિયા
મેટાડોર અને આઇસરના – 100 રૂપિયા
ટ્રકના 200 રૂપિયા ઉઘરાવતા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *