ACB ટીમનો સપાટો: ભરૂચમાં રેવન્યુ તલાટી 1600 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા- જાણો શેના માટે માંગ્યા રૂપિયા

ACB Trap In Bharuch Latest News: રાજ્યમાં હાલ ACB દ્વારા જે અધિકારીઓ લાંચ લેતા હોય તેને પકડવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. આજરોજ ACB ની…

ACB Trap In Bharuch Latest News: રાજ્યમાં હાલ ACB દ્વારા જે અધિકારીઓ લાંચ લેતા હોય તેને પકડવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. આજરોજ ACB ની ટીમે છટકુ ગોઠવીને રેવન્યુ તલાટી નરસિંહભાઈ લખમાજી ચૌધરી(ACB Trap In Bharuch Latest News) ને પકડી પાડ્યો હતો.અને તે લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પેઢીનામુ કરાવવા બાબતે 1600 રૂપિયાની લાંચ માંગી હતી.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં માત્ર પેઢીનામુ કરાવવામાં બાબતે 1600 રૂપિયાની લાંચ રેવન્યુ તલાટીએ માંગણી કરવી ભારે પડી ગયું છે. ફરિયાદીએ ભરૂચ એન્ટીકરપ્શનમાં ફરિયાદ કરતા 1600 રૂપિયાની લાંચ ફરિયાદી પાસેથી સ્વીકારતા એસીબીના છટકામાં ઝડપાયો. આખરે એસીબીએ છટકુ ગોઠવી એએસઆઈેન રંગેહાથ ઝડપી પાડ્યો છે.

ACB ની ટીમને માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચીને દરોડા પાડવામાં આવ્યા હતા. ACB ની ટીમે દરોડા પાડીને 1600 રૂપિયાની લાંચ માંગનાર આરોપી નરસિંહભાઈ લખમાજી ચૌધરીની ધરપકડ કરી હતી. ACB ની ટીમે લાંચ ની રકમ કબજે કરીને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *