સુરત બાદ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મુસાફરો ભરેલી ખાનગી બસમાં ફાટી નીકળી આગ- 20 લોકો…

ગુજરાત(Gujarat): ફરી એકવાર ખાનગી લક્ઝરી બસમાં આગ(Private bus fire) લાગવાની ઘટના સામે આવતા બસ મુસાફરો ચિંતામાં મુકાઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે(Ahmedabad-Vadodara Express Highway) પર ફાલ્કોન ટ્રાવેલ્સ(Falcon Travels)ની લક્ઝરી બસ અચાનક જ ભડકે બળવા લાગી હતી. અચાનક આગ લાગવાને કારણે હાઈવે પર અફરાતફરીના દૃશ્યો સર્જાઈ જવા પામ્યા હતા. ત્યારે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. આગ અંગેની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.

બસચાલક બસ મૂકીને ભાગી ગયો:
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ખાનગી લક્ઝરી બસ અમદાવાદથી બોમ્બે જઈ રહી હતી. તે સમય દરમિયાન અચાનક જ બસમાં આગ ફાટી નીકળી હતી. GJ 36 T 9997 નંબરની ફાલ્કોન ટ્રાવેલ્સની બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને કારણે બસમાં સવાર તમામ 20 મુસાફરોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, બસ સળગતાની સાથે જ બસચાલક બસ મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

લોકોનો આબાદ બચાવ થયો:
બસમાં રહેલા પેસેન્જરોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ વ્યક્તિને જાનહાની થઇ નહોતી. સમયસૂચકતા વાપરીને મુસાફરો બહાર નીકળી ગયા હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી. આ પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી ગઈ છે.

સુરતમાં પણ બની ચુકી છે બસ સળગવાની ઘટના:
આ પહેલા સુરતના હીરાબાગ વીસ્તારમાં બસ સળગવાની ઘટના સામે આવી હતી અને અચાનક જ બસમાં આગ લાગવાને કારણે બસમાં રહેલી એક યુવતીનું આગમાં જ બળીને મૃત્યુ થયું હતું. બસમાં આગ લાગ્યા પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. આગ લાગવાને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને ફાયર ફાઈટરની ગાડીઓ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને માંડ માંડ આગને બુઝાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *