છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં કોરોના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે દેશવાસીઓ lockdown લાગશે કે નહીં તે બાબતે ચિંતા કરી રહ્યા છે. ત્યારે ખોટી ખબરો ફેલાવનારા અને ટીખળખોરો પણ પોતાની હરકતોથી આમ જનતાને પરેશાન કરવાનું બાકી રાખતા નથી.
કોરોના બ્લાસ્ટના પગલે રાજ્યભરના મોટા શહેરમાં લોકડાઉનનો મેસેજ વહેતો કરનાર વેપારીને પોલીસે ઝડપી લીધો છે. થોડા દિવસો અગાઉ સોશ્યલ મીડીયામાં લોકડાઉન અંગે ખોટી અફવા ફેલાવતી પોસ્ટ કરનાર સામે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી ભેસ્તાનના વેપારીની ધરપકડ કરી છે.હાલ વેપારીની પૂછપરછ કરી તેની સાથે સામે લોકો અંગે પોલીસે તપાસ આદરી છે.
સાયબર ક્રાઈમના જણાવ્યા અનુસાર, ગત તા 10મી એપ્રિલ રોજ કોઈ અજાણ્યાએ સોશ્યલ મીડિયા ઉપર કોઈપણ આધાર કે પ્રમાણિક પૂરાવા વગર કોરોના મહામારી આફતના સમયમાં લોકોને ગેરમાર્ગે દોરવાના મલીન હેતુથી ગુજરાત રાજયના ગૂહ વિભાગના નામનો બોગસ ડીજીટલ લેટર પેડ બનાવી તેમાં પંકજકુમાર (આઈએએસ) અધિક મુખ્ય સચિવ, ગૂહ વિભાગ તરીકેનું નામ જાહેર કરી ગુજરાતના 6 મોટા શહેરોમાં તા 11મી એપ્રિલથી 17મી એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે તેવો પત્ર વાઈરલ કર્યો હતો. જેથી લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો.
સુરતથી લોકડાઉનનો મેસેજ વહેતો કરનાર વેપારીને પોલીસે ઝડપી લીધો છે. કોરોના અંગે ખોટી અફવા ફેલાવી ખોટો ભય જાહેર કરી જાહેર જનતામાં અફરાતફરી તથા ભય ફેલાવવાના ઈરાદે અતિશયોક્તિ ભરી માહિતી ફેલાવી જાહેર જનતામાં ગભરાટ ઉભો કરતા ફોટો વાઈરલ કર્યો હતો. આ અંગે સાબયર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી ગુન્હામાં સંડોવાયેલા આનંદ ગીરજાશંકર શુકલા (ઉ.વ.48.રહે,દિપજ્યોત સોસાયટી પોસ્ટ ઓફિસ પાસે ભેસ્તાન) ધરપકડ કરી આગળની કાર્યવાહી છે. વધુમાં સાયબર સેલ દ્વારા સોશિયલ મીડીયા ઉપર સતત વોચ રાખવામાં આવતી હોય છે જે આવા મેસેજ બનાવશે તથા આવા મેસેજ ખરાઈ કર્યા વગર કોઈપણ સોશિયલ મીડીયા ઉપર ફોરવર્ડ કરશે તેની વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.
છેલ્લા થોડા સમયથી વોટ્સએપ અને ફેસબુકમાં સતત એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કહેવાયું છે કે, “આપાતકાલીન નોંધ, રાજ્યમાં covid 19 ના દર્દીઓની સંખ્યા ઝડપથી વધારો થઈ રહેલો હોય અને સરકાર દ્વારા હાલ રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યું હોય પણ આ બાબતે કોઈ નક્કર પરિણામ ની આશા ના હોય હાલ ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના છ મોટા શહેરોમાં 11 એપ્રિલ થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સાથે સાથે આ કાગળ માં લોકડાઉન થનાર શહેરોના નામ પણ લખવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ ભાવનગર સુરત નો સમાવેશ થાય છે. સાથે સાથે આ પરિપત્ર માં એવું પણ લખાયું છે કે, lockdown દરમિયાન માત્ર આપાતકાલીન સેવાઓ શરૂ રહેશે તથા શહેરમાં પ્રવેશ અને નિષેધ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ની પરવાનગી લેવી જરૂરી રહેશે. લોકડાઉન દરમિયાન દર્શાવેલ શહેરોમાં નિયમોનું સારી રીતે પાલન થાય તેની જવાબદારી જે તે શહેરના એસપી ડીવાયએસપી ની રહેશે.”
આ પરિપત્ર ની તપાસ કરતા કેટલાક પોલીસકર્મીઓ અને ટેલિફોનિક વાતચીત થી સરકારી તંત્ર અને કલેકટર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, આ પરિપત્ર પાયા વિહોણો અને ખોટો છે આ પરિપત્ર કોણે વાયરલ કર્યો અને આ પાછળનો શું દેશ છે તેની જાણકારી મેળવવા માટે આ કૃત્ય કરનાર વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી પણ નોંધવામાં આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.